January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લામાં હિટવેવથી લોકોનાં આરોગ્‍યને ફટકોઃ મે-મહિનાના 11 દિવસમાં જ 108 ઈમરજન્‍સીને 228 કોલ આવ્‍યા

સૌથી વધુ કોલ પેટમાં દુખાવો અને ઝાડા ઉલ્‍ટીના આવ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.14: નવસારી જિલ્લામાં હાલ સુર્યદેવતા અગન ગોળા વર્ષા થઈ રહ્યા છે, તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, છેલ્લાં ત્રણ-ચાર દિવસથી તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ ડિગ્રી નજીક પહોંચી ગયો છે. વધુ પડતી ગરમીને કારણે માનવ જીવન સહિત પશુ-પક્ષીઓનાં સ્‍વાસ્‍થ્‍ય પર પણ અસર પડી રહી છે. વધુ પડતી ગરમીને કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જેના કારણે સડકો પર વાહનોની અવરજવર પણ ઓછી જોવા મળી રહી છે. કાળ ઝાળ ગરમીને કારણે તાપમાનનો પારો ઉંચે માનવ જીવનના સ્‍વાસ્‍થ્‍ય પર અસર પડી રહી છે. ગરમીના કારણે હિટસ્‍ટોક સહિત બીમારીના 108 ઈમરજન્‍સી સેવાના કોલ આવી રહ્યા છે. ગત 1 મેથી 11 મે સુધીમાં ગરમીને લગતી વિવિધ બીમારીના 228 કોલ 108 ઈમરજન્‍સી સેવાએ એટેન્‍ડ કર્યા છે. જેમાં (1) સૌથી વધુ પેટનો દુખાવો-84 (2) પેટમાં દુખાવા સાથે ઉલ્‍ટી અને ઝાડા-58 (3) વધારે પડતો તાપ હિટ સ્‍ટ્રોકનો-27 (4) માંથાનો દુખાવો-2 (5) બેભાન થવું ભાન ભૂલવાનો-57 મળી કુલ્લે 228 કોલ આવ્‍યા હતા. જ્‍યારે બેદિવસથી 40 થી વધુ ડિગ્રી તાપ પહોંચી જતા જેના કારણે લોકોની હાલત કફોડી બની જવા પામી છે.

Related posts

દમણ જિલ્લા ભાજપના બૂથ સશક્‍તિકરણ કાર્યક્રમનો આરંભઃ મંડળ સમિતિના સભ્‍યો સાથે યોજાયેલી બેઠક

vartmanpravah

વાપીઃ છરવાડા રમઝાનવાડી બિલખાડીની નહેરમાં પડી ગયેલ ગાયનું રેસ્ક્યૂ કરાયું

vartmanpravah

વાપી આશાધામ સ્‍કૂલની વિદ્યાર્થીની સ્‍ટેટ રાયફલ શૂટિંગ ચેમ્‍પિયન સ્‍પર્ધામાં ભાગ લેશે

vartmanpravah

વાપી હાઈવે ઉપર તસ્‍કરોએ કાર વોર્કશોપને નિશાન બનાવ્‍યું

vartmanpravah

દાનહના ખડોલીમાં ઓઈલ બનાવતી ઓટોકેર લુબ્રિકન્‍ટ કંપનીમાં આગ લાગતા દોડધામ

vartmanpravah

વલસાડના દમણિયા સોની સમાજ દ્વારા સમર કાર્નિવલ યોજાયો

vartmanpravah

Leave a Comment