October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મોટી દમણ પટલારા ખાતેના ભીખી માતા મંદિર અને હરિ હરેશ્વર મહાદેવ મંદિરના 8મા પાટોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

દમણ-દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલે ખાસ ઉપસ્‍થિત રહી ભીખી માતા અને મહાદેવના લીધેલા આશીર્વાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20: મોટી દમણના પટલારા ખાતેના ભીખી માતા મંદિર અને હરિ હરેશ્વર મહાદેવ મંદિરના 8મા પાટોત્‍સવની ખુબ જ ધામધૂમ અને ભક્‍તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પટલારા ગામ સ્‍થિત પ્રાચીન કાળથી આસ્‍થાના પ્રતિક એવા ભીખી માતા અને હરિહરેશ્વર મહાદેવ મંદિરના 8મા પાટોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલને ખાસ આમંત્રણ આપવામાં આવ્‍યું હતું. જેને માન આપી તેઓ અચૂક હાજર રહ્યા હતા.
કાર્યક્રમનો પ્રારંભ સવારે મહાયજ્ઞ બાદ વાજતે ગાજતે ભજન-ધૂનની સૂરાવલી સાથે ભવ્‍ય પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્‍યામાં ભાવિક ભક્‍તો જોડાયા હતા.
આ અવસરે સંઘપ્રદેશ ભાજપના ઉપાધ્‍યક્ષ શ્રી નવિનભાઈ પટેલ, દમણ નગરપાલિકાના પ્રમુખ અને દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા પણ ઉપસ્‍થિત રહ્યા હતા અને ભીખી માતા, હરિ હરેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા હતા.
આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં ભક્‍તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

Related posts

વલસાડ જિલ્લામાં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં 13053 વિદ્યાર્થીઓ હાજર અને 579 ગેરહાજર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સેલવાસ ન.પા.ને ઈ-ગવર્નન્‍સ અંતર્ગત મળેલો રાષ્‍ટ્રીય ગોલ્‍ડ પુરસ્‍કાર સમર્પિત કરાયો

vartmanpravah

વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડના કપરાડા તાલુકાના અંભેટી ગામની ઘટના કાકાએ ભત્રીજા પર હુમલો કર્યા બાદ પોતે ફાંસો ખાઈ લેતા ભારે ચકચાર મચી ગઈ

vartmanpravah

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા બીજા દિવસે પણગેરકાયદેસર દબાણો દુર કરાયા

vartmanpravah

વલસાડના ‘ત્રયમ્‌ ફાઉન્‍ડેશન’ના સહકારથી પ્રાથમિક શિક્ષણ વિભાગ દાદરા નગર હવેલી દ્વારા સાયકલ અંગેનું શિક્ષણ અને તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment