Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ત્રણ રાજ્‍યની ચૂંટણીમાં ભાજપની ભવ્‍ય જીત થતા ચીખલી ચાર રસ્‍તા ઓવરબ્રિજ નીચે ભાજપ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી વિજય ઉત્‍સવ મનાવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.03: ચાર રાજ્‍યોના પરિણામમાં મધ્‍યપ્રદેશ, રાજસ્‍થાન અને છત્તીસગઢ સહિત ત્રણ રાજ્‍યોમાં ભાજપનો ભવ્‍ય વિજય થતા ચીખલી હાઈવે ચાર રસ્‍તા પાસે જિલ્લા ભાજપના મહામંત્રી ડો.અશ્વિનભાઈ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ડો.અમીતાબેન, ભાજપના પ્રમુખ મયંકભાઈ, સિંચાઈ અધ્‍યક્ષ નિકુંજભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ રાકેશભાઈ, ઉપપ્રમુખ રમેશભાઈ, પૂર્વ પ્રમુખ કલ્‍પનાબેન ગાવિત, પૂર્વ કારોબારી અધ્‍યક્ષ ધર્મેશભાઈ સહિતનાઓની ઉપસ્‍થિતિમાં કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ભાજપ જિદાબાદ નરેન્‍દ્રભાઈ મોદી જીંદાબાદના નારાથી વાતાવરણ ગુંજવી મૂકી ખુશી વ્‍યક્‍ત કરી હતી. વંકાલ ગામેજિલ્લાના કિસાન મોરચાના આઈટી સેલના કાર્યકારી સહ ઈન્‍ચાર્જ દીપકભાઈ સોલંકી દ્વારા પણ ફટાકડા ફોડી વિજયને વધાવ્‍યો હતો.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સંઘપ્રદેશમાં શિક્ષણ દ્વારા શરૂ કરેલું સમાજ પરિવર્તન

vartmanpravah

વાપી નગરપાલિકાની ચૂંટણીમાં મતદાર રાજાએ ખરેખર રાજા બનવુ પડશે

vartmanpravah

દીવ ખાતે જાયન્‍ટસ ગ્રુપ દીવ દ્વારા નિઃશુલ્‍ક મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પ્રેરણાથી દમણઃ વરકુંડ ગ્રા.પં.ના સરપંચ કિરીટ મીટના અને જિ.પં. સભ્‍ય સદાનંદ મીટનાએ વરકુંડ સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ધરણાં, ઘેરાવો અને ઉપવાસ જેવા કાર્યક્રમો ઉપર પ્રતિબંધ

vartmanpravah

કપરાડાના કરચોંડ અને ફત્તેપુર ગામનો કોઝવે અતિવૃષ્ટિથી પાણીમાં ગરકાવ અનેક ગામો સંપર્ક વિહોણા: સ્થાનિકો જીવના જાખમે કોઝવે પાર કરી રહ્ના છે

vartmanpravah

Leave a Comment