Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર આરએસએસદ્વારા વિજયાદશમી ઉત્‍સવ નિમિત્તે નગરમાં પથ સંચલન યોજાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ધરમપુર, તા.13: ધરમપુર તાલુકા રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્‍સવ નિમિત્તે નગરમાં શિસ્‍તબધ્‍ધ રીતે યોજાયેલા પંથ સંચલનનું પુષ્‍પવર્ષા સાથે ભવ્‍ય સ્‍વાગત કરાયું હતું. પથ સંચલન બાદ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પરિસરમાં યોજાયેલા જાહેર કાર્યક્રમમાં શિસ્‍તબધ્‍ધ, ગણવેશધારી સ્‍વયંસેવકોનાં વ્‍યાયામ યોગ અને સામૂહિક સમતા જેવા શારીરિક કાર્યક્રમો થયા હતા. બાદ સ્‍વયંસેવકો દ્વારા શષાપૂજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે રામકળષ્‍ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્‍ટનાં ચેરમેનશ્રી ડો.દોલતભાઈ દેસાઈએ ભારતના રાષ્‍ટ્રીય આદર્શ ત્‍યાગ અને સેવાના ગુણોનો વિકાસ કરવા અને દરિદ્રનારાયણને મુખ્‍ય દેવ ગણી સૌની સેવા કરવા અનુરોધ કર્યો હતો બાદ અને મુખ્‍ય વક્‍તવ્‍ય આર.એસ.એસ.ના વલસાડ જિલ્લાના મા.સંઘચાલક શ્રી આનંદભાઈ પીનપૂટકર દ્વારા પણ આર.એસ.એસ. આ મૂળભૂત સેવના સિદ્ધાંતોને આજના યુવાનોએ કેવી રીતે ગ્રહણ કરવા જોઈએ એની વિગતે સમજ આપી હતી. આ ઉપરાંત દરેક યુગની અંદર ભગવાનના અવતાર પ્રયોજનનું મહત્‍વ સમજવ્‍યું હતું.
આ ઉત્‍સવમાં મોટી સંખ્‍યામાં સ્‍વયંસેવકો તથા ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા, અંતે ‘‘માં ભારતી”નેપરમ વૈભવ લઈ જવાના સંકલ્‍પ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. આ પ્રસંગે મનસુખભાઇ વાવડીયા, મહેભાઈ પટેલ, સમીપ રાંચ, સંજય રાંચ, ડો. હેમંત પટેલ, વસંતભાઈ કોટક, ઉદયભાઈ પટેલ, હેમંતભાઈ કંસારા, અમિત ચોલેરા, પીએસઆઈ એન.ઝેડ. ભોયા વિશેષ મહાનુભાવો વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કન્નડ સેવા સંઘ, દાનહ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વકરતી ટ્રાફિક સમસ્‍યાના નિરાકરણ માટે સેલવાસ ન.પા.એ વરસાદી પાણીના નિકાલની ગટર ઉપરપાથરણાં પાથરી દિવાળીનો સામાન વેચનારાઓને હટી જવા કરેલી તાકિદ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં આર.આર.કેબલ કંપનીમાં આઈ.ટી. વિભાગે હાથ ધરેલું સર્ચ ઓપરેશન

vartmanpravah

ભારત ખાતેના અમેરિકી કાઉન્‍સિલ જનરલ માઈક હૈંકીએ દમણની લીધેલી મુલાકાત

vartmanpravah

પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલના જન્‍મદિનના ઉપલક્ષમાં દમણ પ્રિમીયર લીગ સિઝન-રનો આરંભ

vartmanpravah

ઉંદર પકડવા જતા સાપ ઘરમાં સુતેલા પરિવાર પર પડતા મચી હડકંપ: જીવદયા ગ્રુપે મોડી રાત્રે સાપને શોધી પકડતા પરિવારે માન્‍યો આભાર

vartmanpravah

Leave a Comment