October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના વલસાડ, પારડી, ઉદવાડા, ઉમરગામ વિસ્‍તારમાં સી.આર.ઝેડ.નું થઈ રહેલું ઉલ્લંઘન

ઉદ્યોગો અને બિલ્‍ડરોનો પગપેસારોઃ તા.28 ડિસેમ્‍બરે
વાપી વીઆઈએ ખાતે પબ્‍લિક હિયરિંગ યોજાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડ જિલ્લામાં કોસ્‍ટલ રેગ્‍યુલેશન ઝોન (સી.આર.ઝેડ)માં કયો ઝોન કઈ કેટેગરીમાં છે. સર્વે નંબર સાથેની માર્ગદર્શિકા ચેન્નઈ સી.આર.ઝેડ નોટિફિકેશન 2019 મુજબ કોસ્‍ટલ ઝોન મેનેજમેન્‍ટ પ્‍લાન તૈયારકરવાનું પૂર્ણ થઈ ગયેલ છે પરંતુ ઉદ્યોગો અને બિલ્‍ડરો દ્વારા સી.આર.ઝેડમાં પગ પેસારો થઈ રહ્યો છે. આ અંગે પબ્‍લિક હિયરિંગ તા.28 ડિસેમ્‍બરના રોજ વી.આઈ.એ.માં યોજાનાર કેન્‍દ્ર સરકાર દ્વારા દરિયા કાંઠાના વિસ્‍તારોમાં પર્યાવરણ બચાવવા હેતુ માછીમાર સમુદાયોના હિતમાં દરિયાઈ સપાટીમાં વધારો થવા જેવા જોખમોને ધ્‍યાનમાં લઈ દરિયા કાંઠા વિસ્‍તારો જાહેર કરાયેલ છે. તેમાં કોસ્‍ટલ વિસ્‍તારને નો ડેવલોપમેન્‍ટ ઝોન જાહેર કરાયો છે. પરંતુ હાલમાં ઔદ્યોગિક કે રહેણાંક વિસ્‍તારનો ઝડપભેર વિકાસ થઈ રહ્યો છે. તેથી જાહેર સનાવણી હાથ ધરાઈ છે. પારડીમાં કલસર, કોલક, પલસાણા, ઉમરસાડી, ઉમરગામમાં દહેરી, આહુ ફણસા, ગોવાડા, કાલઈ, કલગામ, ખતલવાડા, નારગોલ, પલગામ, પાલી કરમબેલી, સંજાણ, ટેંભી, તથા વલસાડ તા.ના કોસંબા, નનકવાડા, મેહ, શંકર તળાવ, સુરવાડા, ઊંટડી, વાસણ, વેજલપોર, અબ્રામા, ભદેલી, ભાગલ, ભાગડા, કકવાડી, દાંતી જેવા ગામોનો ડેવલોપમેન્‍ટ ઝોન જાહેર કરાયા છે. છતાં સી.આર.ઝેડનું ઉલ્લંઘન થઈ રહેલું જોવા મળેલ છે.

Related posts

ઉમરસાડીમાં કિરાણાની દુકાનમાં આગ લાગતા લાખોનું નુકશાન

vartmanpravah

શિવસેનાનો ઠાકરે અને દાનહનો ડેલકર પરિવાર એક થયો છે અને તેમની આઈડોલોજી પણ એક છેઃ અભિનવ ડેલકર

vartmanpravah

વલસાડ હાલર રોડ ઉપર કચરામાંથી આધાર કાર્ડનો જથ્‍થો મળી આવ્‍યો, વહિવટી તંત્ર તપાસે એ જરૂરી બન્‍યું

vartmanpravah

થાલા સેફરોન હોટલમાં રીન્‍યુ પાવર કંપનીના કર્મચારીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

દાનહઃ સીલી સ્‍થિત કે.એલ.જે. પ્‍લાસ્‍ટીસાઈઝર્સ કંપનીમાં લાગેલી આગઃ બે કામદારોને ગંભીર ઈજા

vartmanpravah

દાનહના સીલી ગામના અદ્વૈતા ગુરુકુળમાં દશાબ્‍દિ મહોત્‍સવ નિમિત્તે સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment