April 30, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 લોકસભાની દમણ અને દીવ બેઠક માટે 1989માં યોજાયેલ સામાન્‍ય ચૂંટણીમાં દેવજીભાઈ ટંડેલે અપક્ષ તરીકે બાજી મારી હતી

1987થી 2019 વચ્‍ચે યોજાયેલી 10 લોકસભાની ચૂંટણીમાં દેવજીભાઈ ટંડેલ એકમાત્ર અપક્ષ તરીકે વિજેતા બનનારા ઉમેદવાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : લોકસભાની દમણ અને દીવ બેઠક માટે નવેમ્‍બર, 1987માં પેટા ચૂંટણી યોજાયા બાદ 8મી લોકસભાનો કાર્યકાળ 1984 થી 1989 પૂર્ણ થતાં 9મી લોકસભાની ચૂંટણી નવેમ્‍બરમાં યોજાઈ હતી.
દમણ અને દીવ લોકસભાની બેઠક માટે અપક્ષ ઉમેદવાર શ્રી દેવજીભાઈ કે. ટંડેલનો કોંગ્રેસના ઉમેદવાર શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ (દાદા) સામે વિજય થયો હતો. દેવજીભાઈ ટંડેલને 15,647 મત મળ્‍યા હતા, જ્‍યારે ગોપાલ દાદાને 13,807 મત મળ્‍યા હતા. આ ચૂંટણીમાં દેશના સુપ્રસિદ્ધ ધારાશાષાી શ્રી રામ જેઠમલાણીની ધારાશાષાી દિકરી શ્રીમતી રાણી જેઠમલાણીએ પણ પોતાની ઉમેદવારી કરી હતી. શ્રીમતી રાણી જેઠમલાણીને 6,732 મત મળ્‍યા હતા.
દમણ અને દીવ લોકસભા બેઠક માટે 1987થી 2019 સુધી થયેલ કુલ 10 ચૂંટણીમાં શ્રી દેવજીભાઈ ટંડેલ એકમાત્ર અપક્ષ તરીકે વિજેતા બનનારા સાંસદ છે.

Related posts

વાપી ભડકમોરા રોડ ઉપર જીપ ચાલકે અન્‍ય વાહનોને ટક્કર મારતા અકસ્‍માત : બે ઘાયલ

vartmanpravah

સલવાવ ગુરુકુળનાકપિલ સ્‍વામીએ સંપ્રદાયના હિતમાં નિવેદન આપ્‍યુ

vartmanpravah

વાપીમાં નવા રેલવે ઓવરબ્રિજ બનાવવા હેતુ જમીન સંપાદન અને દબાણો હટાવવાની નોટિસો અપાઈ

vartmanpravah

ગોઈમાં ખાતે યોજાયેલી ગ્રામ સભામાં પાવરગ્રીડનું કામ બંધ કરવા સામૂહિક વિરોધ

vartmanpravah

વલસાડ એસ.ટી. ડેપોનું સરવર ચાર દિવસથી ખોટવાતા વિદ્યાર્થીઓ પાસ વગર રઝળી પડયા

vartmanpravah

દાનહ ચૂંટણી વિભાગ દ્વારા મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા કરાયેલી અપીલ

vartmanpravah

Leave a Comment