December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ધમચાડી હાઈવે ઉપર બે કન્‍ટેનર વચ્‍ચે ગંભીર અકસ્‍માતમાં બન્નેનો ખુડદો થયો : બે ગંભીર

મુંબઈથી સુરત લાઈન ઉપર જતું કન્‍ટેનર ડિવાઈડર કુદી સામેની
લાઈન જઈ ચઢતા અકસ્‍માત સર્જાયો

(વર્તમાનપ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડ હાઈવે ધમડાચી નજીક આજે મંગળવાર સવારે ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. મુંબઈ તરફથી આવી રહેલ કન્‍ટેનર ચાલકે કાબુ ગુમાવતૌ કન્‍ટેનર ડિવાઈડર કુદીને સુરત-મુંબઈ જતી સામી લેનમાં ચઢી જતા અન્‍ય સામે આવી રહેલ કન્‍ટેનર સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. જેમાં બે વ્‍યક્‍તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
વલસાડ ધમડાચી હાઈવે ઉપર મુંબઈ તરફથી આવી રહેલ કન્‍ટેનર નંબર સી.બી. 6445ના ચાલકે કાબુ ગુમાવતા કન્‍ટેનર ડિવાઈડર કુદી સામેની મુંબઈ તરફ જતી લેનમાં કન્‍ટેનરમાં જીજે 05 સીડબલ્‍યુ 0435 ને ધડાકાભેર ભટકાયું હતું. અકસ્‍માતમાં બન્ને કન્‍ટેનરોનો ખુડદો બોલી ગયો હતો તેમજ બે વ્‍યક્‍તિઓ ગંભીર રીતે ઘાયલ થતા એકને સિવિલમાં અને અન્‍ય બીજાને ખાનગી હોસ્‍પિટલમાં 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા ખસેડાયા હતા. અકસ્‍માત સ્‍થળે પહોંચેલી પોલીસે કન્‍ટેનરોનો કાટમાળ કસેડીને હાઈવે ખુલ્લો કરતા ટ્રાફિક રાબેતા મુજબ યથાવત શરૂ થઈ ગયો હતો.

Related posts

વલસાડ જિલ્લાના પેન્‍શનરો જોગ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ માટે કેન્‍દ્ર સરકાર જ ભાગ્‍યવિધાતા અને એટલે જ ભાજપ હોટફેવરિટ

vartmanpravah

ધરમપુર ખાતે મહંત સ્‍વામીના સાનિધ્‍યમાં 35000 થી વધુ ભક્‍તોની ધર્મસભા યોજાઈ

vartmanpravah

પારડીના ટુકવાડામાં ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ૬૬ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ

vartmanpravah

દાનહ સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશના અતિ બિસ્‍માર રસ્‍તાઓનો લોકસભામા ઉઠાવેલો મુદ્દો

vartmanpravah

વીજળી વિભાગ/નિગમના ખાનગીકરણને રોકવાનાઅભિયાનમાં દમણની મરવડ અને દુણેઠા પંચાયતે આપેલું સમર્થન

vartmanpravah

Leave a Comment