December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલ સૌથી વધુમતો મેળવી વિજેતા બન્‍યા

વાઈસ પ્રેસિડેન્‍ટ તરીકે સચિન કક્કડ અને સેક્રેટરી તરીકે અલ્‍પેશ પટેલ વિજેતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વાપી બાર એસોસિએશનની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલ સૌથી વધુ મતો મેળવી વિજેતા બન્‍યા હતા. જ્‍યારે વાઈસ પ્રેસિડેન્‍ટ તરીકે સચિન કક્કડ અને સેક્રેટરી તરીકે અલ્‍પેશ પટેલ, જોઈન્‍ટ સેક્રેટરી તરીકે હેમલ પંડયા વિજેતા બન્‍યા હતા.
વાપી બાર એસોસિએશનની સન 2024-25 બે વર્ષની ટર્મ માટેની ચૂંટણી યોજાઈ હતી. બે પેનલ વચ્‍ચે યોજાયેલ ચૂંટણીમાં સતિષભાઈ પટેલની પેનલ બહુમતિથી વિજેતા બની હતી. ચૂંટણી જીત્‍યા બાદ વકીલોએ નવા પ્રમુખ સતિષભાઈ પટેલ અને ઉપ પ્રમુખ સચિન કક્કડ, સેક્રેટરી અલ્‍પેશ પટેલ, જો. સેક્રેટરી હેમલ પંડયાનું ફુલોથી ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું. નવ નિયુક્‍તિ પ્રમુખ સતિષભાઈ પટેલએ જણાવ્‍યું હતું કે, વિજેતા બનવા બદલ હું સર્વે વકીલ મિત્રોનો આભારી છું. વકીલોના પ્રશ્નો અંગે હું હંમેશા ન્‍યાય અપાવીશ.

Related posts

ચીખલી પોલીસ મથકે પીઆઇના અધ્‍યક્ષ સ્‍થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને સખી વન સ્ટોપ સેન્ટરના પાંચ વર્ષની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણ વન વિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’ અંતર્ગત યોજાયેલી જાગૃતિ રેલી: પરિયારી શાળાના 50બાળકોને એવિએરી (પક્ષીઘર)ની પણ કરાવેલી મુલાકાત

vartmanpravah

ઉદવાડા ભગીની સમાજ સ્‍કૂલની વિદ્યાર્થીની બેડમીન્‍ટન સ્‍પર્ધામાં રાજ્‍ય અને રાષ્‍ટ્રિય સ્‍પર્ધામાં વિજેતા બની

vartmanpravah

વાપી નગરપાલિકાએ રસ્‍તો રખડતા ઢોરોને પકડવાની પ્રક્રિયા હાથ ધરી

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન 2024-‘25ના વર્ષમાં એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. વર્ગની મહિલાઓને 2000 ગીર ગાયોનો લાભ આપશે

vartmanpravah

Leave a Comment