June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં કામ ચલાઉ ડેપોમાં સુવિધા ઉપલબ્‍ધ કરાવવા નિગમના ઉચ્‍ચ અધિકારીઓએ સ્‍થળ મુલાકાત લીધી

પિવાના પાણી, ઈન્‍ટરનેટ સેવા, પાર્કિંગ, શૌચાલયની અસુવિધા જેવા મુદ્દાઓથી અધિકારીઓને વાકેફ કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.26: વાપી રેલવે ફલાય ઓવરબ્રિજ તોડવાની કામગીરી ચાલુ થતાની સાથે જ એસ.ટી. ડેપોનું વાપી હાઈવે જુની આર.ટી.ઓ. કચેરીમાં હંગામી બસ સ્‍ટેશનમાં સ્‍થળાંતર કરી દેવાયું છે પરંતુ બસ સ્‍ટેન્‍ડમાંમાં કોઈ પણ પ્રકારની સેવાઓની જોગવાઈ કરાઈ નથી તેથી અમદાવાદથી એસ.ટી. નિગમના ઉચ્‍ચ અધિકારીઓએ નવિન ડેપોનું સ્‍થળ નિરીક્ષણ કર્યું હતું. જેમાં મુસાફરોની સમસ્‍યાઓથી વાકેફ કરવામાં આવ્‍યા હતા.
નવનિર્માણ થયેલ વાપી ડેપોની મુલાકાતે ગુજરાત એસ.ટી. વિભાગના ઈ.ડી.પી. મેનેજર વલસાડ વિભાગના પ્રભારી એન.એસ. પટેલ પધાર્યા હતા. સ્‍થળ નિરીક્ષણ અને પ્રાથમિક સુવિધા અંગે અભ્‍યાસ કર્યો હતો. જેમાં તેમને પિવાના પાણી, શૌચાલય, પાર્કિંગ અને ઈન્‍ટરનેટ જેવી અસુવિધાઓ અંગે સ્‍થાનિક અધિકારીઓએ વાકેફ કર્યા હતા. આ પ્રસંગે કર્મચારી મંડળના મહામંત્રી ધનસુખભાઈ પટેલએ અધિકારીઓને અવગત કર્યા હતા. જેમાં ખાસ કરીને અવર જવર કરી રહેલ બસોની ધુળની ડમરીઓ ના ઉડે તે માટે રોડ બનાવવાની પણ રજૂઆત કરાઈ હતી.

Related posts

વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્‍યાના તાર દમણની આટિયાવાડ પોલીસ ચોકી સાથે પણ જોડાયેલા છે

vartmanpravah

મોટી દમણ વાત્‍સલ્‍ય સ્‍કૂલ ખાતે ‘‘એક ભારત, શ્રેષ્ઠ ભારત” અંતર્ગત પ્રદર્શન યોજાયું

vartmanpravah

દેવઉઠી એકાદશી નિમિત્તે સેલવાસના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં હાટડી દર્શનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી કે.બી.એસ. કોલેજ એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ યુનિ. સ્‍તરે ઝળક્‍યા : હવે રાજ્‍ય કક્ષાએ ભાગ લેશે

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારના ૪૯૩૨ આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણમાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

Leave a Comment