Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

અયોધ્‍યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ નિમિત્તે દમણના ‘દિલીપનગર ડેવલપમેન્‍ટ એસો.’ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ભક્‍તોનું ઉમટેલું ઘોડાપૂર

કળશયાત્રા, હવન, ભજન સંધ્‍યા અને મહાપ્રસાદમાં હજારો ભક્‍તોએ લીધેલો લાભઃ ડી.ડી.એ.ના ચેરમેન લખમભાઈ ટંડેલના નેતૃત્‍વમાં તમામ પદાધિકારીઓએ વ્‍યવસ્‍થાશક્‍તિનો આપેલો ઉત્તમ પરિચય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : અયોધ્‍યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્‍ઠા કાર્યક્રમને લઈને સર્વત્ર ભક્‍તિ અને આનંદનો માહોલ છવાયો હતો. દમણમાં ભગવાન શ્રી રામના અભિષેક વિધિના કારણે સમગ્ર દિલીપનગર રામ ભક્‍તોના સરોવરમાં ગરકાવ થઈ ગયું હતું અને ઉમટેલા હજારો રામભક્‍તોને કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડે અને તમામ કાર્યક્રમનો લાભ ખુબ જ સરળતાથી મળે તે પ્રકારના ઉત્તમ વ્‍યવસ્‍થા તંત્રનો પરિચય ડી.ડી.એ.ના ચેરમેન શ્રી લખમભાઈટંડેલના નેતૃત્‍વમાં તમામ પદાધિકારીઓએ આપ્‍યો હતો.
સવારથી જ દિલીપનગર એસોસિએશન દ્વારા ભજન કિર્તન અને રામભક્‍તો દ્વારા રામધૂન અને ભજન સંગીતના તાલે ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણજી અને હનુમાનજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્‍યામાં યુવાનો, મહિલાઓ, બાળકો અને વડીલો પણ રામની ભક્‍તિમાં ભારે ઉત્‍સાહ સાથે તરબોળ થઈ ગયા હતા. દરમિયાન રામ ભક્‍તો ભક્‍તિભાવથી ઝૂમી ઉઠયા હતા, અને ભગવાન શ્રી રામ નામના મંત્રોચ્‍ચાર કરી સમગ્ર વાતાવરણને ભક્‍તિમય બનાવ્‍યું હતું.
નાની દમણના દિલીપનગર ખાતે શ્રી રામ મંદિર અને ભગવાન રામની ઝાંખી લોકોમાં આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. આ પ્રસંગે દિલીપનગર ડેવલપમેન્‍ટ એસોસિએશન દ્વારા હવન, ભજન સંધ્‍યા અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. દંપતિઓએ હવનમાં પ્રસાદ અર્પણ કર્યો હતો અને સુખાકારીની કામના કરી હતી.
દિલીપ નગર વિકાસ સંઘ દ્વારા શ્રી રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ નિમિત્તે ભજન સંધ્‍યાનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી સિમ્‍પલબેન કાટેલા, દમણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સાંસદ શ્રી લાલુભાઈ પટેલના ધર્મપત્‍ની શ્રીમતી તરૂણાબેન પટેલ સહિત અગ્રણીમહિલાઓએ ભાગ લીધો હતો.

Related posts

પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીના માર્ગદર્શનમાં સંઘપ્રદેશમાં પ્રબળ ગતિથી ચાલી રહેલું ભાજપનું મહા જનસંપર્ક અભિયાન

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ અને સભ્‍યપદેથી નવિન પટેલ સસ્‍પેન્‍ડઃ પંચાયતી રાજ સચિવે જારી કરેલો આદેશ

vartmanpravah

પારડીના ધારાસભ્‍ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું રૂા.3,01,022 કરોડનું બજેટ રજૂ કર્યું

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ  દાનહ જિલ્લા પ્રશાસને સીલી ચોકીપાડામાં સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર દબાણો ઉપર ફેરવેલું બુલડોઝર

vartmanpravah

દાનહ ઊંડાણના ગ્રામ્‍ય વિસ્‍તારના મહેશ ગાવિતને ભાજપે ઉમેદવાર બનાવતા વિજેતા બનાવવા થનગનાટ

vartmanpravah

પારડીથી સુરત પિયર જવા નીકળેલ એક સંતાનની માતા ગુમ

vartmanpravah

Leave a Comment