February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાની શાળાઓ સ્‍વચ્‍છતાના રંગે રંગાઈ, માનવ સાંકળ વડે ‘‘ક્‍લિન ઈન્‍ડિયા, ક્‍લિન વલસાડ”નો સંદેશ આપ્‍યો

જિલ્લાભરની શાળાઓમાં ચિત્રકામ સ્‍પર્ધા, નિબંધ સ્‍પર્ધા, રેલી,
શપથ અને ક્‍વિઝ કોમ્‍પ્‍ટીશનનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન હેઠળ સમગ્ર ગુજરાત સ્‍વચ્‍છતાના રંગે રંગાયુ છે ત્‍યારે વલસાડ જિલ્લાની શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને સ્‍વસ્‍છતાના પાઠ અને તેનુ મહત્‍વ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સમજાવાય રહ્યું છે. વલસાડ જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતના નેતૃત્‍વમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી રાજેશ્રીબેન ટંડેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાની માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાં સ્‍વચ્‍છતા હી સેવા અભિયાને જોર પકડયું છે.
વલસાડના સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શ્રી જમનાબાઈ સાર્વજનિક કન્‍યા વિદ્યાલયના વિદ્યાર્થિનીઓ દ્વારા સ્‍વચ્‍છતા અંગે જાગૃતિનો સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે માનવ સાંકળની રચના કરી ‘‘ક્‍લિન ઈન્‍ડિયા, ક્‍લિન વલસાડ”નો સંદેશ જિલ્લાભરમાં ગુંજતો કરવામાં આવ્‍યો હતો. આસિવાય જિલ્લાની વિવિધ શાળાઓમાં સ્‍વચ્‍છતાને લગતી ચિત્રકામ સ્‍પર્ધા, નિબંધ સ્‍પર્ધા, હાથ કેવી રીતે ધોવા, સ્‍વચ્‍છતા જાગૃતિ રેલી અને શપથ અને સૂકો તેમજ ભીનો કચરો અલગ અલગ કચરાપેટીમાં નાંખવા અંગે પણ વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી. કેટલીક શાળાઓ દ્વારા ક્‍વિઝ કોમ્‍પ્‍ટીશનનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

દમણ જિલ્લા આંતર શાળા કબડ્ડી સ્‍પર્ધાનું થઈ રહેલું આયોજન

vartmanpravah

સાવધાન…: દમણમાં લાંબા અરસાના વિરામ બાદ ફરી કોરોનાની એન્‍ટ્રીઃ 4 પોઝિટિવ

vartmanpravah

વગર લાયસન્‍સે ઉંચુ વ્‍યાજ વસુલ કરતા ઈસમને ઝડપી પાડતી ખેરગામ પોલીસ ટીમ

vartmanpravah

ગુજરાત એસ.એસ.સી. બોર્ડની પરીક્ષાનું દાદરા નગર હવેલીનું 59.70ટકા પરિણામ: ગત વર્ષની સરખામણીમા 10.27 ટકાનો થયેલો સુધારો

vartmanpravah

ઉદવાડા રેલવે ફાટક ઉપર વહેલી સવારે જ્‍વલનશીલ કેમીકલ ભરેલ ટેન્‍કરમાં આગ લાગી : દોડધામ મચી

vartmanpravah

કપરાડાના સુખાલામાં સેવાયજ્ઞ : 41 હજાર આધુનિક ચુલાનું નિઃશુલ્‍ક વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment