ચૂંટણી આચાર સંહિતા અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ માર્ગદર્શન આપ્યુ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29: વાપી જીઆઈડીસી સ્થિત એસ.ઓ.જી. પોલીસ સ્ટેશનમાં ગતરોજ ચૂંટણી સંદર્ભે ઈન્ડસ્ટ્રીઝ લીકર્સ યુઝર્સ અને ટ્રાન્સપોર્ટર્સની ખાસ મિટિંગ મળી હતી. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું.
પોલીસ અધિક્ષક એ.કે. વર્મા, ડી.વાય.એસ.પી. બી.એન. જોષી અને પોલીસ અધિકારીઓ ચૂંટણી આચાર સંહિતા અંગે એસ.ઓ.જી. પોલીસ સ્ટેશનમાં ખાસ મિટિંગમાં યોજી હતી. જેમાં ઈન્ડસ્ટ્રીઝ લીકર યુઝર્સને ઈથોનોલ-મિથોનોલના ઉપયોગ વપરાશ તથા નિકાસ અંગે સાવધાની રાખવી પડશે. ચૂંટણીમાં રોકડ નાણાની હેરાફેરી ઉપર અંકુશ લાવવા માટે પોલીસે ઈન્ડસ્ટ્રાલીસ્ટો અને ટ્રાન્સપોર્ટર્સને માર્ગદર્શન અને સુચના આપી હતી. જણાવ્યું હતું કે, ચૂંટણી આચારસંહિતાનું પોલીસ દ્વારા તેમજ વહિવટી તંત્ર દ્વારા ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે.