November 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સોલધરાની સોમનાથ રેસીડેન્‍સીમાં કરાયેલ ગેરકાયદે બાંધકામને હટાવવા માર્ગ મકાન વિભાગ દ્વારા નોટીસ આપવા છતાં કોઈ કાર્યવાહી નહીં!

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: ચીખલી માર્ગ મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા માર્ચ 2024 માં ચીખલી-ખેરગામ રોડ ઉપર સોલધરા ગામે રિસર્વે બ્‍લોક નંબર 724/1 (જૂનો 1087) માં સોમનાથ રેસિડેન્‍સીના નામે બાંધકામ કરનારાઓ તથા તલાટી કમ મંત્રીને પાઠવેલ નોટિસમાં જણાવ્‍યાનુસાર ઉપરોક્‍ત બ્‍લોક નંબરમાં બાંધકામ નિયંત્રણ રેખા 24.00 મીટર પર રહેણાંક અને વાણિજ્‍ય મકાનનું બાંધકામ કરવાનું જણાવેલ હતું. પરંતુ સ્‍થળ મુલાકાત લેતા સોમનાથ રેસિડેન્‍સીના નામે ચાલતા બાંધકામમાં રસ્‍તાના મધ્‍યબિંદુથી પ્‍લોટ એ માં 22-મીટર દૂર તથા પ્‍લોટ-બી માં 20-મીટર દૂર બાંધકામકરવાનું ધ્‍યાન પર આવેલ છે. જે મહેસુલ વિભાગના ઠરાવ મુજબ યોગ્‍ય નથી. જેથી સદર બાંધકામ તાત્‍કાલિક દૂર કરવા જણાવેલ છે.
વધુમાં માર્ગ મકાન તથા નગર નિયોજકના નવસારીના અભિપ્રાયની શરતોના મુદ્દા નં-6 અને 14-નો અમલ થયેલ નથી. જે યોગ્‍ય નથી તથા અનુસંધાને ત્રણથી નવસારીના સરનામે તપાએ કરતા આ નામની વ્‍યક્‍તિ ન મળતા પરત ટપાલ આવેલ છે.
આમ માર્ગ મકાન દ્વારા કથિત ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા નોટીસ આપ્‍યા બાદ કોઈ નક્કર કાર્યવાહી ન કરાતા માત્ર નોટીસ આપીને જ સંતોષ માનવામાં આવ્‍યો હોય તેમ લાગી રહ્યું છે.

ટીડીઓને આકારણી રદ્‌ કરવા અરજી આપી પરંતુ કોઈ તપાસ હાથ ન ધરીઃ કોંગ્રેસ પ્રમુખ
તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વરભાઇના જણાવ્‍યાનુસાર સોલધરામાં સોમનાથ રેસિડેન્‍સીમાં માર્ગ મકાન દ્વારા મધ્‍યબિંદુ થી 24-મીટર નિયંત્રણ રેખા હોવાનું પ્રમાણપત્ર આપેલ તે ખોટું છે. હકીકતમાં 40-મીટર છે. જેનું અમે સ્‍પષ્ટતીકરણ માંગ્‍યું છે. આ ઉપરાંત બીજા મહિનામાં ટીડીઓને પણ આ સોમનાથ રેસિડેન્‍સીની આકારણી રદ કરવા માટે લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. પરંતુ કોઈ કાર્યવાહી થયેલ નથી. કાર્યવાહી ન કરાશે તો હવે ડીડીઓ, વિકાસ કમિશનરમાં રજૂઆત કરી જરૂર પડ્‍યે વડી અદાલતના દ્વારા ખખડાવવામાં આવશે.
દબાણદૂર કરવા અમે સૂચના આપી : કાર્યપાલક ઇજનેર ભારતભાઈ
માર્ગ મકાનના નાયબ કાર્યપાલક ઈજનેર ભરતભાઈના જણાવ્‍યાનુસાર સોલધરા રેસિડેન્‍સીમાં બાંધકામ દૂર કરવા નોટિસ પહેલા પણ એ લોકોને બોલાવી દબાણ દૂર કરવા સૂચના આપેલ છે.

Related posts

વાપી બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલ સૌથી વધુમતો મેળવી વિજેતા બન્‍યા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી અને શિક્ષણ સચિવ અંકિતા આનંદના દિશા-નિર્દેશ હેઠળ દમણ જિલ્લાની તમામ શાળાના આચાર્યો અને નોડલ સેફટી શિક્ષકો માટે ‘ગુડ ટચ, બેડ ટચ’ના સંદર્ભમાં યોજાયેલ અર્ધદિવસીય જાગૃતતા સત્ર

vartmanpravah

ચૂંટણી પંચના દિશા-નિર્દેશ મુજબ દાનહના કલેક્‍ટર તરીકે ડો. રાકેશ મિન્‍હાસઃ દમણના કલેક્‍ટરનો વધારાનો હવાલો નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતના શિરે

vartmanpravah

આજે દલવાડાના પ્રસિદ્ધ બાસુકીનાથ મહાદેવ મંદિરના દર્શન સાથે લાલુભાઈ પટેલ પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે

vartmanpravah

દમણના બીડીઓ તરીકે મિહિર જોશીની વરણીઃ રાહુલ ભીમરાને દાનહના કલેક્‍ટરાલયમાં વેટ અને જીએસટીનો પ્રભાર

vartmanpravah

વાપી વૈશાલી ચાર રસ્‍તાથી છીરી રોડ સુધી ટ્રાફિકને નડતર દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ

vartmanpravah

Leave a Comment