January 25, 2025
Vartman Pravah
ગુજરાત

વલસાડની મહિલા આઈ.ટી.આઈ.માં પ્રવેશ મેળવો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૦૫
વલસાડની મહિલા ઔદ્યોગિક તાલુકા તાલીમ સંસ્થા ખાતે વિવિધ વ્યવસાયોમાં પ્રવેશસત્ર અોગસ્ટ-૨૦૨૧ના પ્રથમ રાઉન્ડ માટે અોનલાઈન https://itiadmission.gujarat.gov.in વેબસાઇટ ઉપર ફોર્મ ભરી જે સંસ્થા ખાતે પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તે સંસ્થા ખાતે રૂ.૫૦/- રજિસ્ટ્રેશન ફી સાથે જરૂરી પ્રમાણપત્રો સહિત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. પ્રથમ રાઉન્ડ માટે અોનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું તા.૦૩/૦૭/૨૦૨૧થી શરૂ કરવામાં આવ્યું છે, જેની છેલ્લી તારીખ ૨૦/૦૭/૨૦૨૧ છે. આ પ્રવેશ ફોર્મ આઈ.ટી.આઈ ખાતે રજીસ્ટર્ડ કરવાની છેલ્લી તારીખ ૨૧/૦૭/૨૦૨૧ને સાંજના ૧૭ઃ૦૦ કલાક સુધી રહેશે. જેનું મેરીટ લીસ્ટ ૨૩/૦૭/૨૦૨૧ના રોજ પ્રસિદ્ધ કરાશે. પ્રવેશવાંચ્છુ ઉમેદવારોને વધુ જાણકારી માટે અૌદ્યોગિક તાલીમ સંસ્થા-મહિલા, લીલાપોર, જુના પુલ પાસે અૌરંગા રોડ, વલસાડનો રૂબરૂ અથવા ફોન નંબર-૦૨૬૩૨-૨૪૦૬૬૭ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

વાપી બગવાડા ટોલ ચેકપોસ્‍ટ ઉપર થયેલા ટોલ વધારા મામલે કેન્‍દ્રીય પરિવહન મંત્રીને રજૂઆત કરાઈ

vartmanpravah

વાપીમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિનની ઉજવણી અંતર્ગત યોગ જાગૃતતા રેલી યોજાઈ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં એનિમિયા અવરનેશ કેમ્‍પ યોજાયો

vartmanpravah

વલસાડ ખાતે કોળી પટેલ સમાજના લગ્નોત્‍સુકોનો પરિચય મેળો યોજાશે

vartmanpravah

પલસાણામાં 20 વર્ષીય યુવતીએ ચીકુના ઝાડ પર લટકી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને પગલે વલસાડ જિલ્લામાં તા. 18 થી 20 નવેમ્બર સુધી ડ્રોન, ફુગ્ગા, પતંગ અને તુક્કલ ઉડાડવા પર પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment