October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન વ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.19: વલસાડ જિલ્લાટ સંકલન- વ- ફરિયાદ સમિતિની બેઠક શનિવારે સવારે ૧૧ કલાકે વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્ય ક્ષસ્થા ને યોજાઇ હતી. જિલ્લાી કલેકટરશ્રીએ સંકલન સમિતિના ભાગ- ૧ અંતર્ગત જિલ્લાપના પદાધિકારીઓના પ્રશ્નોની જે રજૂઆતો હતી તે રજૂઆતોની સમીક્ષા કરી હતી.
બેઠકમાં ગત માસમાં પડતર રહેલા પ્રશ્નોની જિલ્લા કલેકટરશ્રીએ છણાવટ કરી હતી. જેમાં ઉમરગામના ધારાસભ્યઠ રમણલાલ પાટકરના સોળસુંબા ગામમાં માજી સરપંચે ગૌચરની સરકારની જમીનમાં ગેરકાયદે ૧૦૦થી વધુ દુકાન બનાવી હરાજી કરી કરોડોનું કૌભાંડ આચર્યું હોવાની ઘટના મામલે કલેકટરશ્રીએ ઉમરગામ તાલુકા પંચાયતે શું કામગીરી કરી તે બાબતે પ્રશ્ન પૂછતા ઉમરગામ તાલુકા વિકાસ અધિકારીએ આ જમીન ગૌચરમાં કે ગામ તળમાં આવે છે કે કેમ તે જાણવુ જરૂરી હોવાનું કહેતા કલેકટરશ્રીએ પ્રાથમિકતાની ધોરણે આ જમીનની માપણી કરી ૧૫ દિવસમાં અહેવાલ સુપ્રત કરવા તાકીદ કરી હતી. ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં તાલુકા પંચાયત કચેરી ઉમરગામની બાજુમાં આવેલી આસ્થા બિલ્ડિંગમાં બાંધકામની પરમિશનમાં કોમર્શિયલ દુકાનોનું બાંધકામ અને ફાયર સેફ્ટી છે કે કેમ તેના જવાબમાં ચીફ ઓફિસર ઉમરગામે જણાવ્યું હતું કે, બાંધકામ માટે પરવાનગી આપેલી છે, મંજૂરી વિના બાંધકામ થયું નથી.
વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના, હળપતિ આવાસ યોજના અને પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ વલસાડ તાલુકામાં મંજૂર થયેલા આવાસ યોજનાની માહિતી માંગી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧૫૦૧, પ્રાયોજના વહીવટદારે વલસાડ તાલુકામાં ૧૮૪ હળપતિ આવાસો મંજૂર થયા છે તેમ જણાવ્યું હતુ. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ)એ પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ ૪૩ આવાસ મંજૂર કરાયા હોવાનું જણાવ્યું હતું. વલસાડના ધારાસભ્યશ્રીએ પારનેરા, રાબડા અને નવેરામાં રિસોર્ટ સંચાલકો દ્વારા આગળના ભાગે ફેન્સિંગ કરી દબાણ કરવામાં આવ્યુ હોવાની કામગીરી સંદર્ભ કલેકટરશ્રીએ પૂછતા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર એન.એન.પટેલે કહ્યું કે, જે પણ દબાણો હતા તે દૂર કરી દેવામાં આવ્યા છે. કલેકટરશ્રીએ પોષણ અભિયાન અંતર્ગત પોષણ પખવાડિયા- ૨૦૨૩ની ઉજવણી સંદર્ભે સંબંધિત વિભાગે કરવાની થતી કામગીરી અંગે માહિતી આપી વાનગી અને મિેલેટ્સનો પ્રચાર પ્રસાર કરવા જણાવ્યું હતું.
ભાગ-૨ માં જિલ્લાી કલેકટરશ્રીએ નિવૃત થયેલા તથા અવસાન પામેલા કર્મચારીઓના પેન્શમન કેસો, આગામી ૨૪ માસમાં નિવૃત થનાર કર્મચારીઓના પેન્શીન કેસો, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતેના પ્રશ્નોનો નિયત સમય મર્યાદામાં સત્વરે ઉકેલ આવે તે માટે તાકીદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, ઈન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિજયસિંહ ગુર્જર, નિવાસી અધિક કલેકટરશ્રી અનસૂયા આર.ઝા, વલસાડ, પારડી, ધરમપુરના પ્રાંત અધિકારીઓ સર્વ નિલેશ કુકડીયા, ડી.જે.વસાવા, કેતુલ ઇટાલીયા, ઉત્તર વન વિભાગના નાયબ વનસંરક્ષક નિશા રાજ તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વલસાડ શહેર/તાલુકા ભાજપની આગામી કાર્યક્રમો અંતર્ગત અગત્‍યની મીટિંગ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ ખાતે યોજાઈ

vartmanpravah

પારડી સનરાઈઝ સ્‍કૂલના રસ્‍તા ઉપર ફરી વળ્‍યા ઘૂંટણ સમા પાણી

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલને પગલે ચીખલી તાલુકામાં વરસાદથી ડાંગરના પાકને થયેલનુકસાન અંગે સર્વેની કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

દમણ જિલ્લા કક્ષાની રમતગમત સ્‍પર્ધામાં ઉચ્‍ચ પ્રાથમિક મોડેલ સ્‍કૂલ નાની દમણ કબડ્ડી અને 200 મીટર દોડ(છોકરા)માં પ્રથમ: છોકરીઓની શ્રેણીમાં ખોખોની રમતમાં મેળવેલો દ્વિતીય ક્રમ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક મળી

vartmanpravah

બગવાડા ટોલનાકા ઉપર અજાણ્‍યા વાહનની ટક્કર લાગતા પારડીના યુવાનની કાર ટોલ રેટ બોર્ડમાં ઘૂસી ગઈ

vartmanpravah

Leave a Comment