(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૫
વલસાડના મોગરાવાડીમાં સુપર સ્ટોર્સ ચલાવતા વેપારી અને ઉધાર લઈ ગયેલ ગ્રાહકની ઉધારી મામલે બોલચાલનો મામલો મારામારીમાં પરિણમ્યો હતો. જેમાં વેપારીઍ બેઝબોલના ફટકા ગ્રાહકને મારી દીધેલા ગ્રાહકનું સારવારમાં મોત નિપજતા સીટી પોલીસે વેપારીની અટક કરીને જેલ ભેગો કર્યો હતો.
પ્રા વિગતો પોલીસ સુત્રો મુજબ વલસાડ મોગરાવાડી સુખી તલાવડી વિસ્તારમાં ઉમીયા ચાલની પાછળના ભાગે ક્રીષ્ણા ઉર્ફે કલ્લુ લલીતપ્રસાદ ચોરસીયા સુપર સ્ટોર્સ ચલાવે છે. નજીકમાં રહેતો અને લારી ચલાવતા શરીફ નથ્થુ શેખ દુકાનમાંથી ઉધાર માલ લેતો હતો તે પેટે વેપારી ક્રીષ્ણાઍ ગત તા.૨૮મી રોજ ઉઘરાણી કરી હતી. મામલો બોલાચાલીમાંથી હાથાપાઈ સુધી પહોîચેલો. જેમાં ક્રીષ્ણાઍ દુકાનમાં રહેલ બેઝબોલના ફટકા મારેલા તેથી ગ્રાહક શરીફ શેખ બેભાન થઈ ગયો હતો. સગાઅોઍ તેને સિવિલમાં ખસેડ્યો હતો. બાદમાં સુરત વધુ સારવાર માટે ખસેડેલ. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. તેથી પોલીસે આઈ.પી.સી. ૩૦૨ દાખલ કરીને વેપારી ક્રીષ્ણા ચોરસીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Next Post