Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડી

હેલ્‍પીંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ, કિડની કેર મહેતા હોસ્‍પિટલ, અને લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ દ્વારા નેશનલ ડોક્‍ટર્સ ડે ની કરાયેલુ ઉજવણી

વલસાડ જિલ્લાના 150 થી વધારે ડોક્‍ટરો ઉપસ્‍થિત રહી કાર્યક્રમની શોભા વધારી
કવિ અને હાસ્‍ય કલાકાર ડો. રઈશ મણિયારે ‘‘હસતા રહીએ વરસતા રહીએ” ના શીર્ષક હેઠળ સૌ ડોક્‍ટરને હાસ્‍યથી તરબોળ કર્યા
ટીવી અને વેબ સિરીઝના પ્રખ્‍યાત એવા મુની ઝાએ ખાસ ઉપસ્‍થિત રહી આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા
ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્‍થિત રહી સૌ ડોક્‍ટરોને શુભેચ્‍છા પાઠવી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.03: પહેલી જુલાઈ એટલે ડોક્‍ટર્સ ડે પૃથ્‍વી પર જેમને બીજા ભગવાનનું તરીકેનું બિરુદ આપવામાં આવ્‍યું છે એવા ડોક્‍ટરોને એમની સેવાને કંઈક અલગ રીતે સન્‍માનમાં હેલ્‍પીંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ મેડિકલ હોમ, કિડની કેર મહેતા હોસ્‍પિટલ અને લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ દ્વારા સુંદર મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું.લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ આમ તો દર વર્ષે ડોક્‍ટરો પ્રત્‍યેની કૃતજ્ઞતા વ્‍યક્‍ત કરવા એમને સન્‍માનવાનો કાર્યક્રમ કરતી આવી છે પરંતુ આ વર્ષે નવા ચૂંટાયેલા પ્રેસિડેન્‍ટ મોહમ્‍મદ નલવાલા અને પ્રોજેક્‍ટ ચેરમેન પ્રિતેશ ભરૂચા, પ્રેમલસિંહ ચૌહાણ અને ડોક્‍ટર લતેશ પટેલ દ્વારા ફક્‍ત હર વર્ષની જેમ ફુલહાર તથા સાલ ઓઢાળી નહીં પરંતુ કંઈક અલગ જ પ્રકારે વલસાડ જિલ્લાના સૌ ડોક્‍ટરોને સન્‍માનનો મહોત્‍સવ ઉજવવામાં આવ્‍યો હતો.
પોતાના વ્‍યસ્‍ત તથા ભાગદોડ ભરી જીવન શૈલીને લઈ મોટાભાગના ડોક્‍ટરો પોતે પણ ટેન્‍શન ભર્યું જીવન જીવતા હોય છે. આવા અહીં પધારેલ તમામ ડોકટરોને આજના ડોકટર્સ ડે નિમિત્તે આ ત્રણેય સંસ્‍થાઓના સહયોગથી ફક્‍ત ગુજરાત નહિ પરંતુ વિશ્વ વિખ્‍યાત એવા કવિ અને હાસ્‍ય કલાકાર ડો. રઈશ મણીયારને આમંત્રણ આપી એમના દ્વારા ‘‘હસતા રહીએ વરસતા રહીએ” ના શિર્ષક હેઠળ સુંદર હાસ્‍ય કાર્યક્રમ દ્વારા સમગ્ર ઉપસ્‍થિત 150 વધુ ડોકટરો સહિત સર્વેને પોતાની આગવી છટાથી હાસ્‍યરસ પીરસી સૌ ને ચિંતા મુક્‍ત કરી સમગ્ર વાતાવરણ હળવું ફૂલ બનાવી ડો. રઈશ મણિયારે પણ પોતાની જન્‍મભૂમિનું ઋણ અદા કર્યું હતું સાથે સાથે ટીવી અને વેબ સિરીઝના પ્રખ્‍યાત એવા મુનિ ઝા એ પણ આ કાર્યક્રમમાં પધારી આકર્ષકનું કેન્‍દ્ર બન્‍યા હતા.
પોતાના વ્‍યસ્‍ત કાર્યક્રમોમાંથી સમયકાઢી ગુજરાતના નાણાંમંત્રી અને આ સંસ્‍થા સાથે જોડાયેલા એવા કનુભાઈ દેસાઈ પણ અહીં પધારી સૌ ડોકટરોને આજના દિવસની શુભેચ્‍છા પાઠવી હતી.
લાયન્‍સ કલબ ઓફ પારડી પર્લના નવા નિમાયેલા અને પોતાનો પહેલો જ પ્રોજેક્‍ટ આટલો સુંદર અને સફળ આપનારા લાયન મોહમ્‍મદ નલવાલાએ આગામી 3જી તારીખે 1000 વધુ ફ્રી પલાન્‍ટેશન (ફ્રી વૃક્ષારોપણ) તથા 15 મી ઓગસ્‍ટના રોજ પોલીસ કર્મીઓની સથવારે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરી 150 થી 200 યુનિટ બ્‍લડ મેળવવાનું તથા હાલમાં કિડની કેર મહેતા હોસ્‍પિટલ ખાતે ચાલતા પાંચ જેટલા કિડની ડાયાલીસીસ મશીનો દ્વારા 300 થી વધુ ફ્રી ડાયાલીસીસ કરવામાં આવતા હોવા છતાં અછતને લઈ બીજા બે વધુ મશીનો પણ ઉપલબ્‍ધ કરવામાં આવનારા હોવાનું જણાવી પોતાના આગામી પ્રોજેક્‍ટોની માહિતી આપી હતી. આમ પોતાના કાર્યકાળ દરમ્‍યાન લાયન મોહમ્‍મદ નલવાલા સમાજ ઉપયોગી ખૂબ જ મોટા કાર્યક્રમો લઈને આવી રહ્યા છે.
કાર્યક્રમના પ્રોજેક્‍ટ ચેરમેન અને એંકર એવા પ્રીતેશ ભરુચાએ પણ આ કાર્યક્રમમાં પોતે પણ કલાકાર હોવાનો રંગ પાથરી આગવા અંદાજમાં એંકરીગ કરી સૌને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા. કાર્યક્રમની આભારવિધિ શરદભાઈ દેસાઈએ નિભાવી હતી.

Related posts

વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને પગલે વલસાડ જિલ્લામાં તા. 18 થી 20 નવેમ્બર સુધી ડ્રોન, ફુગ્ગા, પતંગ અને તુક્કલ ઉડાડવા પર પ્રતિબંધ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.5 મે સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

વલસાડ એસ.ટી. ડેપોનું સરવર ચાર દિવસથી ખોટવાતા વિદ્યાર્થીઓ પાસ વગર રઝળી પડયા

vartmanpravah

કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં જી20 અંતર્ગત વાપી નગરપાલિકા દ્વારા એકાંકી નાટક યોજાયો

vartmanpravah

ફલેટની ખરીદીમાં મહિલા ગ્રાહક સાથે કરેલી છેતરપિંડી કેસમાં શૌકત મીઠાણીની દમણ પોલીસે કરેલી ધરપકડઃ કોર્ટમાંથી મળેલા જામીન

vartmanpravah

ઉમરગામ પોલીસ સ્‍ટેશનનો ચોરીનો આરોપી કલસર ચેકપોસ્‍ટથી ઝડપાયો

vartmanpravah

Leave a Comment