October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર ઈકો કાર પલટી જતા ભિષણ આગ લાગી : ભડ ભડ આગમાં કાર બળીને ખાખ

કાર સવાર તમામનો ચમત્‍કારિક બચાવ : કલાકે સુધી ટ્રાફિક જામ રહ્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વલસાડ હાઈવે ઉપર બુધવારે બપોરે પુરઝડપે દોડી રહેલ ઈકો કાર અચાનક પલટી મારી ગઈ હતી. કારમાં સીએનજી ઈંધણ હોવાથી તુરત કારમાં ભિષણ આગ લાગી હતી. ઈકો કારની સ્‍પીડ એટલી વધારે હતી કે પલટી માર્યા બાદ પંદરથી વીસ ફુટ કાર ધસડાઈ હતી પરંતુ સદનસીબે તમામ કાર સવારોનો ચમત્‍કારિક બચાવ થયો હતો.
વલસાડ હાઈવે ઉપર પલટી માર્યા બાદ ઈકો કારમાં લાગેલી આગની ઘટનાની જાણ થતા પોલીસ તુરત આવી ગઈ હતી. રોડ ઉપર કાર સળગતા એક તરફનો હાઈવે જામ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડ આવી પહોંચ્‍યા બાદકારની આગ બુઝાવવામાં આવી હતી.

Related posts

નાની દમણ આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે અમિત લાલુભાઈ પટેલની નિમણૂક કરાઈ

vartmanpravah

પારડી દમણીઝાપા સ્‍થિત એકલિંગી મહાદેવ મંદિરમાં શિવલિંગને અનોખો શણગાર

vartmanpravah

વાપી ગુંજનમાં ‘બીટ પ્‍લાસ્‍ટિક પ્રદૂષણ’ થીમ ઉપર સ્‍ટ્રીટ ફોર ઓલનો ભવ્‍ય ઈવેન્‍ટ યોજાયો

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા ચોમાસાની તૈયારી સંદર્ભે કંટ્રોલરૂમ શરૂ કરાયો : આગામી ત્રણ દિવસ દરમિયાન આવનાર વાવાઝોડાં અને વરસાદ અંગેની પણ જાણકારી અપાશે

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પોતાના સાંસદનિધિ અંતર્ગત પહેલું કામ ગૌશાળાના ભવન બનાવવા રૂા.5.પ0 લાખની ફાળવણીથી કરેલી શુભ શરૂઆત

vartmanpravah

ચીખલીના આમધરાના ખેડૂતને ફોન કરી રૂા.1પ લાખનીખંડણી માંગતા 3 ઝડપાયા

vartmanpravah

Leave a Comment