October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં હાથ પકડી: યુવતીના ભાઈ-માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી

યુવતીની ફરિયાદ બાદ પોલીસે ઈસ્‍ટ રેલવે યાર્ડમાં રહેતા દિવ્‍યેશ જયેશ નાયકાની ધરપકડ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વલસાડમાં એક તરફી પ્રેમમાં પડેલા યુવકે હદ વટાવી દીધીનો બનાવ પ્રકાશમાં આવ્‍યો છે. નોકરી જઈ રહેલી યુવતિને અટકાવી જાહેરમાં યુવકે હાથ પકડી મારી સાથે બોલતી નથી કેમ કહી જો તું મને પ્રેમ નહી કરે તો તારા માતા-પિતા અને ભાઈને મારી નાખી તેવી ધમકી આપી યુવક બાઈક લઈ ચાલી ગયેલો. આ અંગે યુવતીએ કરેલી ફરિયાદ બાદ પોલીસે યુવકની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો.
ગત તા.02 એપ્રિલના રોજ ઘરેથી કપડાની દુકાને નોકરી જવા નિકળેલી 22 વર્ષિય યુવતિને વલસાડ સ્‍ટેડિયમ રોડ નજીક ઈસ્‍ટ રેલવે યાર્ડમાં રહેતો દિવ્‍યેસજયેશભાઈ પટેલ મોટર સાઈકલ ઉપર આવેલ. યુવતીનો જાહેરમાં હાથ પકડી બોલાવવાનો પ્રયાસ કર્યો હતો. તુ મારી સાથે બોલતી કેમ નથી, હું તને પ્રેમ કરું છું, તું મારી સાથે વાતચિત નહી કરે તો તારા માતા-પિતા અને ભાઈને વલસાડમો રહેવા નહી દઉ તેમજ જાનથી મારી નાખીશ. તેવી ધમકી આફી દિવ્‍યેશ ચાલી ગયો હતો. આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે દિવ્‍યેશ નાયકાની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો.

Related posts

દીવના નાગવા બીચ ખાતે ફાયર બ્રિગેડનું એક પેટા મથક બનાવવું ખાસ આવશ્‍યક

vartmanpravah

દાનહમાં સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા વોર્ડ નંબર 14માં એલઇડી બલ્‍બનું વિતરણ કરાયું

vartmanpravah

ભામટી અને દમણવાડા પ્રાથમિક-ઉચ્‍ચ પ્રાથમિક શાળા દ્વારા સાંસ્‍કૃતિ કાર્યક્રમ સાથે 61મા મુક્‍તિ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

પારડી વકીલ મંડળે અશ્વમેઘ શાળા ખાતે ઉજવ્‍યો આંતરરાષ્‍ટ્રીય કાનૂની દિવસ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પૂર્વ રાષ્‍ટ્રપતિ રામ નાથ કોવિંદની લીધેલી શુભેચ્‍છા મુલાકાતઃ મહત્‍વના વિષયો ઉપર કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

પહેલી વખત સંઘપ્રદેશમાં યોજાયેલ શિયાળુ રમત ગમત કોચિંગ શિબિર સંપન્ન

vartmanpravah

Leave a Comment