July 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતપારડીવલસાડવાપી

ખેલ મહાકુંભ 2.0માં ભાગ લેવા માટે રજિસ્‍ટ્રેશન કરાવી લેવું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

વલસાડ તા. 11: રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્‍તકની સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભ 2.0 નું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ખેલ મહાકુંભમાં શાળા/ગ્રામ્‍ય, તાલુકા, જિલ્લા, ઝોન કક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજ્‍યકક્ષાની ભાઈઓ/બહેનો રમત સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યુંછે. આ સ્‍પર્ધામાં અં-9, અં-11, અં-14 અને અં-17, ઓપન એજગૃપ, 40 વર્ષની ઉપર અને 60 વર્ષથી ઉપરની વયજૂથોનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

ખેલ મહાકુંભ 2.0 સ્‍પર્ધામાં ભાગ લેવા માટે વેબસાઈટ https://khelmahakumbh.gujarat.gov.in પરથી ઓનલાઈન રજિસ્‍ટ્રેશન થઈ શકશે. રજિસ્‍ટ્રેશન અંગે કોઈપણ સમસ્‍યા બાબતે રાજ્‍ય સ્‍તરે ટોલ ફી નંબર-1800 274 6151 ઉપર સંપર્ક કરવાથી માર્ગદર્શન પુરું પાડવામાં આવશે. આ ખેલ મહાકુંભ 2.0ની સાથે સાથે સ્‍પે. ખેલ મહાકુંભનું પણ રજિસ્‍ટ્રેશન શરૂ થઈ ચૂક્‍યુ છે. જેના ફોર્મ અત્રેની કચેરીએથી મેળવવાના રહેશે. વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર, પિતૃ સદન બંગલો 35-A, રણછોડજી નગર, હીરો શો-રૂમના પાછળ, ધરમપુર રોડ, વલસાડ પર સંપર્ક કરવા વિનંતી છે.

Related posts

સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજમાં બીજો દિક્ષાંત સમારોહ યોજાયો

vartmanpravah

વાપી ચણોદ કોલોની અંબામાતા મંદિરે 108 દિપ પ્રાગટય સાથે શિવજીની મહાપૂજા કરાઈ

vartmanpravah

વાપી યુપીએલ લિમિટેડ કંપની ખાતે યુપીએલ અને રોટરી કલબ ઓફ વાપીના સંયુક્‍ત ઉપક્રમે રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

દીવ નગરપાલિકાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને મતદારોને જાગૃત કરવા ઈવીએમનું કરાયેલું જાહેર પ્રદર્શન

vartmanpravah

ભામટી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં 76 સ્‍વતંત્રતા દિવસની આનંદ-ઉમંગ સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

જિ.પં.ના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત પી.એમ.શ્રી સી.પી.એસ. દપાડા પંચાયત અને સી.આર.સી.ના સંયુક્‍ત પ્રયાસથી દપાડાના મિશનપાડામાં ‘‘શિક્ષણની વાત વાલીઓ સાથે” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment