October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરપાલિકાની બંધ પડેલી ઈ-નગર વેબસાઈટ શરૂ: ચાલુ નાણાકીય વર્ષમાં મિલકત વેરામાં 10 ટકાનો વધારો થશે

માંગણા બીલ સ્‍વિકારવા અને નવા બિલ બનાવાની કામગીરીશરૂ : નવા વેરા વધારાની 80 હજાર મિલકત ધારકોને અસર થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી નગરપાલિકાની વેબસાઈટ છેલ્લા 15-20 દિવસથી બંધ હતી. પરિણામે માંગણા બીલ ભરવાની મુશ્‍કેલી ઉભી થઈ હતી પરંતુ ગતરોજ પાલિકાની બંધ પડેલી ઈ-નગર વેબસાઈટ અપડેટ થઈને ફરી કાર્યરત થઈ છે તેથી માંગણા બિલ બનાવવા અને ભરવાની કામગીરી હવે રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે.
વાપી નગરપાલિકાની ગત મળેલી સામાન્‍ય સભામાં મિલકત વેરાનો 10 ટકાનો વધારો કરવામાં આવ્‍યો છે. જેનો અમલ ચાલું નાણાંકિય વર્ષમાં થઈ જશે. નવો મિલકત વેરાનો 10 ટકાનો વધારો 80 હજાર ઉપરાંત મિલકત ધારકોને થશે. ગયા નાણાંકિય વર્ષમાં પાલિકા દ્વારા 94 ટકા મિલકત વેરાની કામગીરી કરી હતી. નવિન નાણાંકિય વર્ષના માંગણા બીલ એકાદ બે મહિનામાં મિલકત ધારકોને ઘર પહોંચ પહોંચી જશે. અલબત્ત નવા માંગણા બિલમાં 10 ટકાના વધારાની અસર પણ મિલકત ધારકો ઉપર પડી શકે છે. જો કે પાલિકાએ નિયમનુસાર 10 ટકાનો મિલકત વેરામાં વધારો કર્યો છે તેવું પાલિકા શાસકોનું માનવું છે. આગામી વર્ષ વાપી પાલિકા મહાનગર પાલિકામાં પરિવર્તિત થનાર છે એટલે અન્‍ય બીજા પણ ટેકનિકલ ફેરફારો થઈ શકે છે.

Related posts

પ્રદેશના સર્વાંગી વિકાસ માટે દાનહ અને દમણ-દીવ માટે ભવિષ્‍યમાં આટલો અનુકૂળ સમય ભાગ્‍યે જ આવશે

vartmanpravah

ચીખલી નેશનલ હાઈવે થાલા પાસે સર્વિસ રોડ ઉપર રાત્રીના સમયે જ્‍વલંત કેમિકલ ભરેલ ટેન્‍કર ગટરમાં ઉતરી જતા નાસભાગ મચી

vartmanpravah

વાંસદા તાલુકાના મોટીભમતી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

vartmanpravah

દીવ નગર પાલિકાના પ્રમુખ હિતેશ સોલંકી સસ્‍પેન્‍ડ કરાયા

vartmanpravah

પારડી પલસાણાના ચીટર અસિત ઉર્ફે ગુરુ વિરુદ્ધ લેખિતમાં છેતરપિંડીની રજૂઆત

vartmanpravah

નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષતામાં NID-નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે પલ્સ પોલિયો સ્ટીયરિંગ કમિટીની બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment