October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દેશભરના કરોડો ભાવિક ભક્‍તોએ નરેન્‍દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એ માટે હનુમાન મંદિરે માંગેલી દુઆ

સાબરકાંઠાના યુવા નેતા સિદ્ધાર્થ પટેલ અને તેમની ટીમે પણહિંમતનગરના સરોલી અને કટી હનુમાન મંદિરે પૂજા-અર્ચના કરી સાધુ-સંતોનું કરેલું બહુમાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
હિંમતનગર, તા.23: રામભક્‍ત શ્રી નરેન્‍દ્રભાઈ મોદી લોકસભાની ચૂંટણીમાં ભવ્‍ય વિજય મેળવે અને ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એ માટે આજે હનુમાન જયંતિના પાવન અવસરે દેશના કરોડો ભાવિક ભક્‍તોએ દુઆ માંગી હતી.
સાબરકાંઠાના યુવા નેતા શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ અને તેમની ટીમે પણ આ કડીમાં આજે હિંમતનગરના સરોલી હનુમાન મંદિર અને કટી હનુમાન મંદિરે દર્શન કરી સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી અને સાધુ-સંતોનું બહુમાન કરી તેમને પ્રભુ શ્રી રામની પ્રતિમા પણ ભેટ આપી હતી. તમામ સાધુ-સંતોએ પણ શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને ભવ્‍ય વિજય સાથે ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા માટેના હૃદયપૂર્વકના આશીર્વાદ આપ્‍યા હતા.

Related posts

સેરેબ્રલ પાલ્‍સી સ્‍પોર્ટ્‍સ ફેડરેશન ઓફ ઇન્‍ડિયા અંતર્ગત ચંદીગઢ ખાતે આયોજીત નેશનલ સી.પી. તાઈક્‍વૉન્‍ડો ચેમ્‍પિયનશીપમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દિવ્‍યાંગ રમતવીરોએ મેળવેલી ઐતિહાસિક સિદ્ધિ

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વલસાડ દ્વારા ઓપન ચેસ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

કેન્‍દ્રીય આરોગ્‍ય અને કુટુંબ કલ્‍યાણ મંત્રાલયના સંયુક્‍ત સચિવ ડૉ. વિપુલ અગરવાલે સંઘપ્રદેશમાં ‘આયુષ્‍યમાન ભવઃ’ની કામગીરીની કરેલી સમીક્ષા

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ લાગુ કરાયો

vartmanpravah

દાનહ સીંદોની પંચાયત ખાતે ગ્રામજનો માટે અવર્નેશ કાર્યક્રમનું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં ચૂંટણીલક્ષી ફરિયાદ કે માહિતી મેળવવા માટે હેલ્‍પલાઈન નંબર કાર્યરત

vartmanpravah

Leave a Comment