Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગનું ગૌરવ

શૈક્ષણિક પ્રશાસનમાં નાવિન્‍યતા અને ઈનોવેશન માટે સહાયક શિક્ષણ નિર્દેશક પારિતોષ શુક્‍લા રાષ્‍ટ્રીય પુરસ્‍કારથી સન્‍માનિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.11
રાષ્‍ટ્રીય શૈક્ષણિક યોજના અને પ્રશાસન સંસ્‍થા (ફત્‍ચ્‍ભ્‍ખ્‍), નવી દિલ્‍હી દ્વારા પ્રતિ વર્ષ જિલ્લા સ્‍તરે શૈક્ષણિક પ્રશાસનમાં નાવિન્‍યતા અને ઈનોવેશન ે શિક્ષણ અધિકારીઓને પુરસ્‍કૃત કરવામાં આવે છે. આ પુરસ્‍કાર યોજના હેઠળઆજરોજ શિક્ષણ નિર્દેશાલય સહાયક શિક્ષણ નિર્દેશક અને પૂર્વ શિક્ષણાધિકારી (શૈક્ષણિક) શ્રી પારિતોષ વિજયકાંત શુક્‍લને એવોર્ડ મળ્‍યો છે.
રાષ્‍ટ્રીય શૈક્ષણિક યોજના અને પ્રશાસન સંસ્‍થા (ફત્‍ચ્‍ભ્‍ખ્‍) દ્વારા આયોજીત ઈ-પુરસ્‍કાર સમારોહમાં ભારત સરકારના રાજ્‍યમંત્રી, શિક્ષણ મંત્રાલય, ડો. સુભાષ સરકાર દ્વારા આ પુરસ્‍કાર આપવામાં આવ્‍યો હતો. આ શ્રેણીમાં સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગને આ પહેલો રાષ્‍ટ્રીય એવોર્ડ મળ્‍યો છે. વર્ષ 2015-16થી માધ્‍યમિક સ્‍તરના વિદ્યાર્થીઓ માટે આયોજીત શૈક્ષણિક ગ્રિષ્‍મ શિબિરના સફળ અને પરિણામદાયી નવીનતમના અમલીકરણ માટે આ પુરસ્‍કાર મળ્‍યો છે.
પોતાની આ સિદ્ધિ બદલ શ્રી પારિતોષ શુક્‍લએ તમામ સાથી શિક્ષણ અધિકારીઓ તથા વિશેષ રીતે માર્ગદર્શન અને ઉત્‍સાહવર્ધન માટે શિક્ષણ સચિવ શ્રીમતી પૂજા જૈન અને શિક્ષણ નિર્દેશક શ્રી નિલેશ ગુરવનો હાર્દિક આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વલસાડની સેગવી હાઈસ્‍કૂલના મેદાન પર માનસિક દિવ્‍યાંગ બાળકોની રમત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર પ્રેસ લખેલી કારમાં દારૂનો જથ્‍થો ઝડપાયો : ત્રણની અટક

vartmanpravah

ઉપરવાસમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે વલસાડમાં ઔરંગા નદીમાં પૂરની સ્થિતિને ધ્યાને લઈ જિલ્લા કલેકટર અને ડીડીઓએ પ્રેસ કોન્ફ્રન્સ યોજી

vartmanpravah

નવસારી લોકસભા મતદાર વિસ્તારમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

vartmanpravah

અંતે વલસાડ પાલિકાએ રખડતા ઢોરને પાંજરે પુરવાની કાર્યવાહી આરંભી : 10 ઢોર પાંજરાપોળમાં મોકલ્‍યા

vartmanpravah

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, સિલવાસા કેમ્‍પસ ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment