October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યકિતઓના પ્રવેશ પર પ્રતિબંધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.24
વલસાડ કલેકટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ક્ષિપ્રા એસ.આગ્રેએ ગુજરાત પોલીસ અધિનિયમ અન્‍વયે મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા ન્‍યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી અને બહુમાળી મકાનમાં આવેલી સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારીની કચેરીઓ તેમજ જ્‍યાં રોજે-રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના કામ માટે આવતી હોય તેવી અન્‍ય તમામસરકારી કચેરીઓમાં પોતાના સરકારી કામ માટે આવેલા હોય, અથવા કામ કરતા હોય તેવા અથવા વાજબી કામ સબબ આવ્‍યા હોય તે સિવાયના અનઅધિકૃત ઈસમો કે ઈસમોની ટોળકી, સદરહુ કચેરીમાં આવતી જાહેર જનતા અરજદારને ગેરમાર્ગે દોરીને કામ કરાવવા કે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતાં અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્‍યકિતઓ/ ઈસમોના પ્રવેશ ઉપર તાત્‍કાલિક અસરથી તા.04/06/2022 સુધી પ્રતિબંધ ફરમાવ્‍યો છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઈ પણ વ્‍યક્‍તિ ભારતીય દંડસંહિતાની કલમ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

Related posts

વલસાડ-ડાંગ વિધાનસભા મત વિસ્‍તારોમાં પુરૂષની તુલનાએ મહિલા મતદારોનું પ્રમાણ વધ્‍યું, ધરમપુર-વાંસદા બેઠક પર મહિલાઓ આગળ

vartmanpravah

વાપી ટુકવાડા હાઈવે ઉપર રોડ મરામતની કામગીરી અંતે શરૂ થઈ : વાપીના સર્વિસ રોડ પણ મરામત માગે છે

vartmanpravah

અંતે વલસાડ પાલિકાએ રખડતા ઢોરને પાંજરે પુરવાની કાર્યવાહી આરંભી : 10 ઢોર પાંજરાપોળમાં મોકલ્‍યા

vartmanpravah

પારડીમાં હર્ષોલ્લાસથી દિવાસાના પર્વઍ ટપ્પા દાવની રમત રમાઈ

vartmanpravah

ગરીબ આદિવાસી વિધવા મહિલાને ઘર બનાવી આપી માનવતાની મહેક ઉજાગર કરતું પારડી જીવદયા ગ્રુપ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સમક્ષ દમણ-દીવ મરાઠા સેવા સંઘ દ્વારા દમણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મુકવાની માંગ

vartmanpravah

Leave a Comment