December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં 50 ટકાથી ઓછુ મતદાન થયું હોય તેવા વિસ્‍તારમાં ચુનાવી પાઠશાળા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત તેમજ સ્‍વીપ નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડી.બી.વસાવાના માર્ગદર્શન હેઠળ તા.26 એપ્રિલના રોજ વલસાડ જિલ્લાની ગત વિધાનસભા ચૂંટણી 2022 માં જે મતદાન મથક પર 50% થી ઓછું મતદાન થયુ હતું તેવા 63 મતદાન મથક પર ‘‘ચુનાવી પાઠશાલા”નું આયોજન કરવામાં આવ્‍યું હતુ. આ બેઠક પર તાલુકાના બી.આર.સી.કો- ઓર્ડિનેટરો, સી.આર.સી.કો- ઓર્ડિનેટરો, આચાર્યશ્રીઓ, બી.એલ.ઓ.શ્રીઓ ઉપસ્‍થિત રહી 4873 જેટલા મતદાર ભાઈઓ, બહેનો, વડીલો અને ગ્રામજનોને મતાધિકારનું મહત્‍વ સમજાવી મતદાન કરવા અપીલ કરી હતી. આ સાથે ચુનાવી પાઠશાલાની આમંત્રણ પત્રિકા આપી વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા.

Related posts

સ્‍વચ્‍છતા હી સેવાઃ વલસાડ જિલ્લાની 384 ગ્રામ પંચાયતોમાં 51725 લોકો મહા શ્રમદાન અભિયાનમાં જોડાયા

vartmanpravah

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ છેવાડાના કપરાડા તાલુકાની મુલાકાત લીધી

vartmanpravah

કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે લીડરશીપ તાલીમનો વર્કશોપ યોજાયો

vartmanpravah

દાનહમાં છેલ્લા 24 કલાક દરમિયાન પાંચ ઈંચથી વધુ વરસાદ બાખક્‍યો

vartmanpravah

દાનહના સુરંગીમાં જૂના ટાયરોનું રિસાયકલીંગ કરતી ઓઈસ્‍ટર કંપનીમાં લાગેલી આગ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં અઢી ઇંચથી વધુ વરસાદ પડયો

vartmanpravah

Leave a Comment