Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વરસાદના વિઘ્‍ન વચ્‍ચે વાપી વિસ્‍તારમાં નવરાત્રિની પુરજોશમાં શરૂ થયેલી તૈયારીઓ

આયોજકો, નવરાત્રિ મંડળો અને સોસાયટીઓ છલોછલ છલકાઈ રહેલો ઉત્‍સાહ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: ગુજરાતીઓનું સૌથી પ્રિય પર્વ એટલે મા જગત જનની માતાના નવલા નોરતા છે. તા.26 સપ્‍ટેમ્‍બર અને સોમવારથી ભવ્‍ય વિશ્વનો સૌથી મોટો અને લાંબો ચાલતો મહા મહોત્‍સવ નવરાત્રિનો શુભારંભ થવાનો છે ત્‍યારે વાપી સહિત વલસાડ જિલ્લામાં નવરાત્રિની પુરજોશમાં તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.
કોરોનાના બે વર્ષની મહામારીમાં તમામ ધાર્મિક ઉત્‍સવો, તહેવારો બંધ રહ્યાહતા તે પછી આ વર્ષે નવરાત્રિની ધામધૂમથી ઉજવણી થવાની હોવાથી યુવા વર્ગમાં ભારે ઉત્‍સાહ બેવડાઈ ચૂક્‍યો છે. જો કે વરસાદનું વિઘ્‍ન માથે ઝળુંબી રહેલું હોવા છતાં નવરાત્રિ આયોજનો વાપી વિસ્‍તારમાં શરૂ થઈ ચૂક્‍યા. ખેલૈયા, નવરાત્રિ મંડળો અને સોસાયટીઓએ પૂર્વ તૌયરી જોરશોરથી આરંભી દીધી, મંડપો, સાઉન્‍ડ લાઈટીંગની કામગીરી જોવા મળી રહી છે. જો કે યુવા વર્ગ માટે સૌથી પ્રિય નવરાત્રિ પર્વ હોવાથી કલ્‍ચર ડ્રેસ, શ્રૃંગાર અને નવરાત્રિ સ્‍ટેપ ડાન્‍સીંગ ક્‍લાસોની અદભૂતપૂર્વક તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ગુજરાતીઓનો આ સૌથી પ્રિય મહોત્‍સવ હોવાથી વરસાદના વિઘ્‍નનો જરા પણ ડર જોવા નથી મળતો. ચાલુ વરસાદે પણ મ્‍યુઝિકલ પાર્ટીઓના સુર અને સંગીતમાં થિરકવા માટેનો થનગનાટ યુવા હૈયામાં જોવા મળી રહ્યો છે. નવરાત્રિની પૂર્વ તૈયારીઓ પૂર્ણ થવાના આરે પહોંચી ચૂકી છે. નવ નવ દિવસ સુધી સમગ્ર વાપી નોરતામય બની જશે તેવી ક્ષણો માટે હવે માત્ર ગણતરીના દિવસો જ આડે રહ્યા છે.

Related posts

સેલવાસ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ ખાતે જીપીએલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કપરાડાના બામણવાડામાં વાજતે ગાજતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

vartmanpravah

દેગામ સ્‍થિત સોલાર કંપનીમાંથી ચોરાયેલ સોલાર પ્‍લેટનો રૂા.1.22 કરોડનો વધુ જથ્‍થો પોલીસે અમદાવાદથી કબ્‍જે કર્યો

vartmanpravah

વાપી વિસ્‍તારમાં ઉમિયા માતાજીનો દિવ્‍ય રથ તા.5 અને 6 જૂને પધરામણી થવાની હોવાથી પૂર્વ તૈયારી માટે પાટીદાર સમાજની મીટિંગ યોજાઈ

vartmanpravah

‘વિભાજન વિભીષિકા સ્‍મૃતિ દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લા ભાજપા દ્વારા શ્રી માછી મહાજન સ્‍કૂલમાં પ્રદર્શનીનું કરાયેલું આયોજન

vartmanpravah

યુક્રેનથી અધુરો અભ્‍યાસ છોડી પરત આવેલા વિદ્યાર્થીઓની પડખે પ્રદેશ ભાજપ : આરોગ્‍ય સચિવને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment