(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.12: પ્રાદેશિક કમિશનર સુરતના બાબુલ સરે થોડા દિવસો પહેલા પારડી નગરપાલિકા વિસ્તારની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓનેપારડીના ઘણા વિસ્તારોમાં કચરાના ઢગલાઓ અને ગંદકીઓ જોવા મળતા સેનેટરી વિભાગના ઈન્સ્પેક્ટર ભાવેશ પટેલને દસ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય કર્મચારીઓમાં સિનિયર ક્લાર્ક રીટાબેન મહેશભાઈ ગાયકવાડ, ઉમેશભાઈ છગનભાઈ પટેલ, પંકજભાઈ રાણાભાઈ ગરાણીયા તથા ભૂમિબેન પટેલને નોટિસો આપવામાં આવી છે.
નગરપાલિકામાં પહેલી વખત એકસાથે પાંચ જેટલા કર્મચારીઓને નોટિસો મળતા ખડભડાટ મચી જવા પામ્યો છે. આમ પણ પારડી નગરપાલિકાનું બોર્ડ સમય મર્યાદાને લઈ વિસર્જન થઈ ગયું હોય અને નગરપાલિકાનો વહેવાર વહીવટદાર સંભાળી રહ્યા હોય પાલિકાના કર્મચારીઓ નગરપાલિકાને પોતાના બાપની પેઢી સમજી આવનારા નગરજનો અને અન્ય સાથે દૂર વહેવાર કરી રહ્યા હતા આમ એક સાથે પાંચ જેટલા કર્મચારીઓને નોટિસ મળતા નગરપાલિકામાં સોપો પડી ગયો છે.
Next Post