October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના કિલવણી ગ્રામ પંચાયતમાં‘સરકાર આપકે દ્વાર’ શિબિર યોજાઈ

બે દિવસમાં કુલ 493 જેટલા લાભાર્થીઓએ આગળ આવીને કરેલી અરજીમાંથી મોટાભાગની અરજીઓનું સ્‍થળ ઉપર જ કરાયેલું સમાધાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ, દાનહના કિલવણી ગ્રામ પંચાયતના કિલવણી ગામમાં તા.01/03/2024 અને 03/10/2024 ના રોજ ‘‘સરકાર આપકે દ્વાર” શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જિલ્લા દાદરા અને નગર હવેલી, જેમાં કિલવણી ગામ પંચાયતના સરપંચ શ્રી જશવંતભાઈ સિંગાડા પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
દાદરા નગર હવેલીના કિલવણી ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી ‘‘સરકાર આપકે દ્વાર” શિબિરમાં લોકો માટે મામલતદાર, ગેસ કનેક્‍શન, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, ટોરેન્‍ટ પાવર, આધાર સેવા કેન્‍દ્ર, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ, પેન્‍શન યોજના, મનરેગા, ડી- ફય્‍ન્‍પ્‍, કળષિ વિભાગ, આરોગ્‍ય વિભાગ, સમાજ કલ્‍યાણ વિભાગ જેવા 13 જુદા જુદા વિભાગોના સ્‍ટોલ લગાવાયા હતા. જેના માધ્‍યમથી કિલવણી ગ્રામ પંચાયતના યોગ્‍ય લાભાર્થીઓને લાભ આપવા માટે સઘન પ્રયાસો કરાયા હતા. આ શિબિરમાં બે દિવસમાં કુલ 493 જેટલા લાભાર્થીઓએ આગળ આવીને અરજી કરી હતી, જેમાંથી મોટાભાગનીઅરજીઓનું સ્‍થળ ઉપર જ સમાધાન થવા પામ્‍યું હતું. એમ વિકાસ અને આયોજન અધિકારી-દાદરા નગર હવેલીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

ચીખલીમાં રેશનકાર્ડમાં અનાજ બંધ કરી દેવાતા લોકોમાં નારાજગી

vartmanpravah

વાપી વિસ્‍તારમાં કોંગ્રેસ-અને આપ દ્વારા ચૂંટણી પ્રચાર : રોડ અને બ્રિજ બનાવવા એ વિકાસ નથી : અનંત પટેલ

vartmanpravah

‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત ચીખલી પ્રાંતમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા રૂા. 17.29 કરોડના પ્રકલ્‍પોની ભેટ

vartmanpravah

રાનકુવા બસ સ્‍ટેન્‍ડ પર ઉભેલા વૃધ્‍ધને અજાણ્‍યા શખ્‍સો કારમાં બેસાડી સોનાના દાગીના સેરવી ગયા

vartmanpravah

દાનહઃ ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત ફલાંડીમાં વિશેષ શિક્ષણ શિબિર યોજાઈ

vartmanpravah

સ્‍વાગત કાર્યક્રમ ખરા અર્થમાં પ્રજાના પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવનાર સાબિત થયોઃ વલસાડના બે અરજદારનો જૂનો પ્રશ્ન ત્‍વરિત ઉકેલાયો

vartmanpravah

Leave a Comment