(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: ચીખલી તાલુકાના પીપલગભણ ગામના બોમ્બે ફળીયા ખાતે રહેતા ઠાકોરભાઈ ધીરુભાઈ હળપતિ (ઉ.વ-42) જે પોતાની ટીવીએસ મોપેડ નં-જીજે-21-એડી-4097 લઈ ગામના દિપકભાઈ ગોકુલભાઈ નાયકા પટેલ સાથે સોમવારની સવારના આઠેક વાગ્યાના સમય દરમ્યાન ચીખલી ખાતે આવી રહ્યા હતા. દરમ્યાન સાદકપોર ચાડીયા ખેરગામથી ચીખલી આવતા રોડ ઉપર સવિતાબેન રમણભાઈ પટેલના ઘર પાસે આવતા સામેથી આવી રહેલી એક મારુતિ ઓમની વાન નં-જીજે-05-સીજી-9820 નો ચાલક મહેન્દ્ર પટેલે પોતાના કબ્જાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મોપેડ સાથે અકસ્માત કરતા ચાલક ઠાકોરભાઈ ધીરૂભાઈ હળપતિને દાઢીના ભાગે તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ થતા જેમનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. જ્યારે મોપેડ પાછળ બેસેલ દીપકભાઈ હળપતિને શરીરે ઈજાઓ થતા સારવાર અર્થે108 ની મદદથી ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ઉપરોક્ત બનાવ અંગેની ફરિયાદ અરવિંદ બાલુભાઈ હળપતિ (ઉ.વ-42) (રહે.પીપલગભણ બોમ્બે ફળીયા તા.ચીખલી) એ કરતા પોલીસે મારુતિ ઓમની કાર ચાલક મહેન્દ્ર ગમનભાઈ પટેલ (ઉ.વ-48) (રહે.પાણીખડક હનુમાન ફળીયા તા.ખેરગામ) વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ-એચ.એસ.પટેલ કરી રહ્યા છે.