October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશવલસાડસેલવાસ

સાંસદ કલાબેન ડેલકરે ધરમપુર તાલુકાના સૂચિત રિવરલિંક પ્રોજેક્‍ટનો મુદ્દો દેશની લોકસભામાં ઉઠાવ્‍યો

ડેમના ડુબાણમાં જનારા ગામડાઓના હજારો આદિવાસી પરિવારોના જીવન પર અનેક પ્રકારની માઠી અસર થશે 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.25
દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે ગુજરાત સરકારના ધરમપુર તાલુકામાં સૂચિત રિવરલિંક પ્રોજેક્‍ટનો મુદ્દો આજે દેશની લોકસભામાં ઉઠાવી આદિવાસી સમાજના હજારો પરિવારોને બચાવી લેવા માટે ભલામણ કરી છે.
સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે આ સૂચિત પરિયોજના પર ભારત સરકારનું ધ્‍યાન દોરતાં જણાવ્‍યું હતું કે, જ્‍યાં ડેમનું નિર્માણ કરવાની વાતો ચાલી રહી તે મારી જન્‍મભૂમિ છે. અહીંના આદિવાસી સમાજના અગ્રણીઓ મને આ બાબતની જાણકારી આપી હતી કે અહીં આ પરિયોજના સાકાર થશે તો લોકોને ભારી નુકસાન થશે. 75 જેટલાં ગામો અને અને તેમાં વસતા 35 હજાર જેટલાં પરિવારોના જીવન પર અનેક પ્રકારની માઠી અસર થશે.
લોકો બેરોજગાર થશે,બાળકોના શિક્ષણ પર અસર થશે. જળ-જંગલ, જમીન પર વર્ષોથી અહીંના લોકોનો અધિકાર છે. આદિવાસી વિસ્‍તાર હોવાથી લોકો ખેતી પર નિર્ભર છે તેઓને વિસ્‍થાપિત થવું પડશે. લોકો ખેતી સાથે ઘર વિહોણા બની જશે. પ્રાણી અને વન્‍ય જીવોની સાથે પર્યાવરણ પર પણ અસર થશે.
આટલી મોટી સંખ્‍યામાં આદિવાસી પરિવાર અને પર્યાવરણને ભારે નુકશાનપહોંચાડી શકે તેવી આ યોજના તાત્‍કાલિક રદ કરવામાં આવે તેવી વિનંતી દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે લોકસભાના માધ્‍યમથી ભારત સરકારને કરી છે.

Related posts

વલસાડ જિલ્લા કોંગ્રેસ યુવા પાંખના પ્રમુખ તરીકે કુંજલબેન પટેલનો ભવ્‍ય વિજય

vartmanpravah

રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

રેડક્રોસ જિલ્લા દિવ્‍યાંગ પુનર્વસન કેન્‍દ્ર સેલવાસમાં સાધન સામગ્રી વિતરણ કરાયા

vartmanpravah

વાપી કરવડ સીમમાં ફાંસી ખાઈ લટકતી યુવાનની લાશ મળી

vartmanpravah

હર ઘર દસ્‍તક અંતર્ગત કોરોનાની ત્રીજી લહેરને લઈ પારડી ન.પા. એલર્ટ: નગરપાલિકા વિસ્‍તારમાં ઘરે ઘરે જઈ હાથ ધરેલું કોવિડ વિરોધી રસીકરણ અભિયાન

vartmanpravah

12 જાન્‍યુઆરીએ ધરમપુરમાં વિવેકાનંદજીની જન્‍મજયંતિ નિમિત્તે યુવા રેલી અને યુવા સંમેલન

vartmanpravah

Leave a Comment