April 26, 2024
Vartman Pravah
દમણ

સંઘપ્રદેશની દરેક ગ્રામ પંચાયતોમાં પૂર્ણ સમયના સેક્રેટરી-ગ્રામ સેવકોની નિમણૂકઃ પંચાયતી રાજ મજબુત બનશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા. 16

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પંચાયતી રાજને મજબુત કરી ગ્રામ પંચાયતોને કાર્યક્ષમ બનાવવા માટે ઈતિહાસમાં પહેલી વખત દરેક ગ્રામ પંચાયતોમાં સેક્રેટરી અને ગ્રામ સેવકોની નિમણૂક કરવામાં આવી છે. આ પહેલાં એક સેક્રેટરી પાસે બીજી ગ્રામ પંચાયતોનો પણ અખત્‍યાર રહેતો હતો અને ગ્રામ સેવકોની સ્‍થિતિ પણ એવી જ હતી.

સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ પંચાયતી રાજ વિભાગના સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતે દાદરા નગર હવેલીની 20, દમણની 14 અને દીવની 4 ગ્રામ પંચાયતોમાં પુરા સમયના સેક્રેટરી અને ગ્રામ સેવકોની નિમણૂક કરી છે. પંચાયતના સેક્રેટરીને ગ્રામ સેવકોનો વધારાનો હવાલો પણ સુપ્રત કરાયો છે જેના કારણે એક જ છત્ર હેઠળ સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ પણ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં શક્‍ય બનશે.

સંઘપ્રદેશની દરેક ગ્રામ પંચાયતોને સેક્રેટરી અને ગ્રામ સેવક પુરા સમય માટે મળવાથી પંચાયત સ્‍તરે વિવિધ કામોમાં પણ ઝડપ આવશે અને પારદર્શકતા પણ જળવાશે.

Related posts

દમણ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાને પકડેલું લોક આંદોલનનું સ્‍વરૂપ

vartmanpravah

દાનહમાં 05 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા : દમણમાં એકપણ નહી : તંત્ર હરકતમાં

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશનથી 2 મોબાઈલ સ્‍નેચરોની ધરપકડ કરતી દમણ પોલીસ

vartmanpravah

દમણની સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક ભીમપોર શાળાનું આશાસ્‍પદ 94.12 ટકાપરિણામ

vartmanpravah

જોધપુર-બાન્‍દ્રા સૂર્યનગરી સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ટ્રેન દુર્ઘટના : રાજસ્‍થાન જવા નીકળેલ દાનહ સ્‍કાઉટ ગાઈડની ટીમ સહી સલામત

vartmanpravah

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સેલવાસ કેમ્‍પસ ખાતે સંઘપ્રદેશના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્‍ક સીએલએટી માર્ગદર્શન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment