(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : દમણ જિલ્લા પ્રશાસને બિપરજોય તોફાનની ગંભીરતાને નજર સમક્ષ રાખી આજથી 17મી જૂન સુધી રામસેતૂ અને નમો પથ બીચ રોડ બંધ કરવાનો આદેશ ડેપ્યુટી કલેક્ટર શ્રી પ્રિયાંશુ સિંહે જારી કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ જિલ્લામાં ઝીરો કેઝ્યુલીટી સુનિヘતિ કરવા અને ચક્રવાતી તોફાન બિપરજોયથી થનારા સંભવિત નુકસાનને ઓછામાં ઓછું કરવાના દૃષ્ટિકોણથી પ્રશાસને કલમ 144 અંતર્ગત પ્રદાન કરેલી શક્તિઓનો પ્રયોગ કરી મોટી દમણમાં જમ્પોર બીચથી લાઈટ હાઉસ બીચ અને નાની દમણમાં સમુદ્ર નારાયણ મંદિરથી હોટલ પ્રિન્સેસ પાર્ક સુધીના સી-ફ્રન્ટને 17મી જૂન સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.