January 16, 2026
Vartman Pravah
વલસાડ

દમણના સાંસદ લાલુભાઈ પટેલના બનેવીને મળ્‍યો મંદિરમાં મોક્ષ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)

વાપી, તા.16

માનવ જીવનમાં મૃત્‍યુ સારુ થાય તેવો મહિમા છે. વલસાડના બિલ્‍ડર વિરપુર દર્શન કરવા નિકળેલા હતા ત્‍યારે વચ્‍ચે આવતા ગણપતિના મંદિરે ગર્ભખંડમાં દર્શન કરી રહ્યા હતા ત્‍યાંજ ઢળી પડતા તેમનો ભગવાનની સામે જ મોક્ષ થયાની ઘટના પ્રકાશમાં આવી છે. વલસાડમાં લુહાર ટેકરા વિસ્‍તારમાં રહેતા જયંતિભાઈ પટેલ વ્‍યવસાયે બિલ્‍ડર હતા. સમાજમાં તેમનો મોભો, માન અને પ્રતિષ્‍ઠા હતી. તેઓ પત્‍ની સાથે વિરપુર દર્શન કરવા કારમાં નિકળ્‍યા હતા ત્‍યાં વિરપુર નજીક ગણપુરા ગામે ગણપતિનું મંદિર આવે છે. તેઓ વિરપુર દર્શન કરતા પહેલા જ્‍યારે પણ નિકળે ત્‍યારે આ મંદિરમાં દર્શન કરી આગળ વધતા હતા તે મુજબ ગણપતિ મંદિરના ગર્ભખંડમાં ભગવાન ગણેશના દર્શન કરી રહ્યા હતા ત્‍યાંજ જયંતિભાઈ ઢળી પડયા હતા અને મંદિરમાં જ તેમનો મોક્ષ થયો હતો. અત્રે યાદ રહે કે, શ્રી જયંતિભાઈ સંઘપ્રદેશ દમણના સાંસદ શ્રી લાલુભાઈ પટેલના બનેવી હતા. ઘટનાનો વિડીયો વાયરલ થતા દમણ-વલસાડ વિસ્‍તાર સૌ કોઈને શોક લાગ્‍યો હતો.

 

 

 

Related posts

કપરાડા અને ધરમપુર તાલુકામાં કરોડોના ખર્ચે બનેલા ચેકડેમોની ખંડેર અને જર્જરિત

vartmanpravah

વલસાડમાં જિલ્લાકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે

vartmanpravah

શ્રી બાપા સીતારામ સનાતન સેવા ટ્રસ્‍ટ દ્વારા સલવાવમાં બજરંગદાસ બાપાના સાનિધ્‍યમાં નિઃશુલ્‍ક દવાખાનાની શરૂઆત કરવામાં આવશે

vartmanpravah

વલસાડ ગુંદલાવમાં માથાભારે સસ્‍પેન્‍ડ જી.આર.ડી. જવાન-મિત્રોએ ટ્રક ડ્રાઈવરને જાહેરમાં ફટકાર્યો

vartmanpravah

તા.8 થી 11 ડિસેમ્‍બર દરમિયાન ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા 9મી વિશ્વ આયુર્વેદ કોન્‍ફરન્‍સ ગોવાના પણજી ખાતે યોજાઈ

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવમાં ‘બિચ ગેમ્‍સ-2024’નો શાનદાર પ્રારંભ

vartmanpravah

Leave a Comment