January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણની જન્‍મ જયંતિ ઉજવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.01
આજે સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ મીડીયમ શાળા પરિસરમાં સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણની જન્‍મ જયંતિ ઉજવવામાં આવી હતી. જેની શરૂઆત દીપ પ્રાગટય કરી કરવામાં આવી હતી.
આ પ્રસંગે લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી ફત્તેહસિંહ ચૌહાણે સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણની વીરતા અને એમના જીવન અંગે જાણકારી આપી હતી અને સમાજમાં ફેલાયેલી વિકળતિઓને દૂર કરવા અને એકજૂટ કરવા જોર આપ્‍યું. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, કે સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણ ભારતવર્ષના છેલ્લા સમ્રાટ હતા.
કાર્યક્રમ દરમ્‍યાન સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણની વીરતાને કવિતાઓ અને વક્‍તવ્‍યનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા ચેરીટેબલ ટ્રસ્‍ટના વાઇસ ચેરમેન શ્રી એડી નિકમ, સેક્રેટરી શ્રી એ.નારાયણન, ટ્રેઝરર શ્રીવિશ્વેશ દવે તથા શાળા અને કોલેજનો સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ પારડી વિધાનસભા વિસ્તારમાં રોડ મરામત કામગીરીનું સ્થળ નિરક્ષણ કર્યું

vartmanpravah

આજે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી નવસારીના વાંસી- બોરસી ખાતે પીએમ મિત્ર પાર્કનું ખાત મુહૂર્ત કરશે

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ઉદ્યોગ સાહસિક દિવસ 2024 ની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશનથી સાત વર્ષ પહેલા મળીઆવેલ બાળકનું ભાગ્‍ય ચમક્‍યું

vartmanpravah

દમણ-દીવમાં હવે સત્તાનું કેન્‍દ્ર દલવાડા બનવા તરફ

vartmanpravah

વાપીના વટાર, મોરાઈ, નામધા સહિતના ગામોમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો ધુંઆધાર ચૂંટણી પ્રચાર

vartmanpravah

Leave a Comment