October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકારની મુલાકાતમાં દમણ અને દીવના અધિકારીઓને સાંસદનો પ્રોટોકોલ-એસ.ઓ.પી.ની યાદ અપાવતા સાંસદ ઉમેશભાઈ પટેલ

‘‘જો તમે મારા ઉપર એક એફ.આઈ.આર. કરશો તો હું પાંચ એફ.આઈ.આર. અધિકારીઓ સામે કરાવવાનો દમ રાખું છું”: સાંસદ ઉમેશભાઈ પટેલની અધિકારીઓને ખુલ્લી ધમકી

દમણ અને દીવના નવનિયુક્‍ત સાંસદના તેવર જોતાં 1989 થી 2009 સુધી દાનહના સાંસદ મોહનભાઈ ડેલકર અને દમણ-દીવના સાંસદ ડાહ્યાભાઈ પટેલના 2004 થી 2009 સુધીના દમ ભરેલા કાર્યકાળને પરત લાવવાની દેખાતી મહેચ્‍છા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05: દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે આજે પ્રશાસકશ્રીના સલાહકાર સાથે મુલાકાત કરી જણાવ્‍યું હતું કે, પ્રશાસનના અધિકારીઓ સાંસદનો પ્રોટોકોલ ભૂલી ચુક્‍યા છે અને છેલ્લા 15 વર્ષથી સાંસદશ્રીના પ્રોટોકોલ અને સ્‍ટાન્‍ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસ.ઓ.પી.) અધિકારીઓ ભૂલી ગયા હોવાની યાદ તેમણે પ્રશાસકશ્રીના સલાહકારને આપી હતી.
તાજેતરમાં પ્રશાસકશ્રીની મુલાકાતના સંદર્ભમાં તમામ માહિતીઓ સાંસદશ્રીને પહોંચાડવા પણ સાંસદ શ્રીઉમેશભાઈ પટેલે પ્રશાસકશ્રીના સલાહકારશ્રીને નિર્દેશ આપ્‍યો હોવાનું તેમણે પોતાના એક વિડીયો સંદેશમાં જણાવ્‍યું છે. તેમણે અધિકારીઓને પડકાર ફેંકતા જણાવ્‍યું હતું કે, તમે કેવી સ્‍થિતિમાં કામ કરવા ચાહો છો, સંઘર્ષ કરીને કે પ્રેમથી? પ્‍યારથી કહેશો તો અમે વિકાસની સાથે છીએ, અને જો સંઘર્ષ ઈચ્‍છો છો તો તમે મારા ઉપર એક એફ.આઈ.આર. કરાવશો તો હું તમારી સામે પાંચ એફ.આઈ.આર. કરાવીશ એવી સ્‍પષ્‍ટ વાત પણ અધિકારીઓને કરી હોવાનું તેમણે જણાવ્‍યું હતું. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, પાંચ એફ.આઈ.આર. કરાવવાની શક્‍તિ મારામાં છે. મારા ઉપર એફ.આઈ.આર. થશે તો હું જેલમાં જઈશ પરંતુ અધિકારીઓ ઉપર એફ.આઈ.આર. થશે તો તેઓ ક્‍યાં જશે? એવો પ્રશ્ન પણ પૂછ્‍યો હતો અને કહ્યું હતું કે, અત્‍યાર સુધી અધિકારીઓ ફાઈલ બનાવતા હતા હવે મેં અધિકારીઓની ફાઈલ બનાવવાનું શરૂ કર્યું હોવાની સીધી ધમકી પણ આપી હતી. હું આજે કહેવા માટે આવ્‍યો હતો કે અત્‍યાર સુધી ફાઈલ ફાઈલની રમત બહુ ચાલી, અને તમે જેમના દમ ઉપર કૂદી રહ્યા છો તે મહિના-બે મહિના માટે જ છે. પછી તમારૂં શું થશે? એવો વેધક પ્રશ્ન પણ પૂછ્‍યો હતો.
દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે બતાવેલા તેવર ભૂતકાળમાં દાદરા નગર હવેલીના સાંસદમોહનભાઈ ડેલકરે 1989 થી 2009 અને દમણ-દીવના તત્‍કાલિન સાંસદ ડાહ્યાભાઈ પટેલે 2004 થી 2009 દરમિયાન બતાવેલા દમ જેવા દેખાઈ રહ્યા છે. આવતા દિવસોમાં સંઘપ્રદેશ પ્રશાસન કેવી નીતિ અને વલણ અપનાવે તેના ઉપર તમામની નજર મંડાયેલી છે.

Related posts

ધરમપુર વિરવલ હાઈસ્‍કૂલ વિદ્યાર્થીઓ જર્જરીત ઓરડામાં ભણવા લાચાર : ચોમાસામાં સ્‍થિતિ દયનિય

vartmanpravah

રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇએ વાપીથી “મેરા બિલ, મેરા અધિકાર” યોજના ખુલ્લી મુકી

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગનું ગૌરવ

vartmanpravah

જીએનએલયુ સેલવાસ કેમ્‍પસ ખાતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે કોમન લૉ એડમિશન ટેસ્‍ટ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ

vartmanpravah

વાપી પાલિકાએ ડુંગરામાં વેરા વસૂલાત અભિયાનમાં 9 દુકાનો અને 14 ઓફિસોને તાળાં માર્યા

vartmanpravah

વાપી ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજની ટીમ હિંમતનગર ખાતે ક્રિકેટ ટુર્નામેન્‍ટ રમવા રવાના થઈ

vartmanpravah

Leave a Comment