(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.14
વલસાડ જિલ્લામાં ન્યુ ગુજરાત પેટર્ન હેઠળના આયોજન માટે આદિજાતિ વિકાસ સમિતિની તાલુકા કક્ષાની બેઠકોની તારીખો અગાઉ જાહેર કરવામાં આવી હતી. જે મીટિંગની તારીખ અને સમયમાં ફેરફાર થતાં હવે પારડી અને વાપી તાલુકાની બેઠક તા.16/3/2022ના રોજ સવારે 11-30 કલાકે તાલુકા સેવાસદન, મામલતદાર કચેરીનો મીટિંગ હોલ ખાતે, કપરાડા તાલુકાની બેઠક તા.16/3/2022ના રોજ બપોરે 3-30 કલાકે શિક્ષક સદન/ ટીચર્સ સોસાયટી હોલ, કોલેજ રોડ કપરાડા ખાતે અને ધરમપુર તાલુકાની બેઠક તા.19/3/2022ના રોજ બપોરે 3-30 કલાકે તાલુકા સેવા સદન, મામલતદાર કચેરીનો મીટિંગ હોલ, ધરમપુર ખાતે યોજાશે, જેની સંબંધિતોને નોંધ લઇ નવી તારીખ અને સમયે ઉપસ્થિત રહેવા પ્રાયોજના વહીવટદાર, વલસાડ દ્વારા જણાવાયું છે.