Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ જીલ્લામાં કોરોનાની બેટીંગ : ગુરૂવારે 446 પોઝીટીવ દર્દીનો સ્‍કોર નોંધાયો

335 દર્દીઓ સાજા થયા સૌથી વધારે કેસ વલસાડ વિસ્‍તારમાં 267 નોંધાયા
(વર્તમાન પ્રવાહ, ન્‍યુઝ નેટવર્ક) વાપી બ્‍યુરો, તા.20:
વલસાડ જિલ્લામાં કોરોનાએ ધૂંઆધાર બેટીંગ કરી જિલ્લાને ડેન્‍જર ઝોનમાં ધકેલી દીધો છે. ગુરૂવારે જીલ્લામાં પાંચ સેન્‍ચુરી નજીક 446 સ્‍કોર કોરોનાએ નોંધાવતા સ્‍થિતિ ગંભીરતા તરફ આગળ ધપી રહી છે.
વલસાડ જીલ્લામાં કોરોના છેલ્લા એક સપ્તાહથી રોજના બમણા વેગે પોઝીટીવ કેસ વધી રહ્યા છે. ગુરૂવારે સૌથી વધારે વલસાડ વિસ્‍તારમાં 237, પારડી વિસ્‍તારમાં 50, વાપી 87, ઉમરગામ 28, ધરમપુર 34 અને કપરાડામાં 10 મળી કુલ 446 જેટલા આંચકાજનક કેસો નોંધાયા હતાં. રાહતના સમાચાર એ રહ્યા છે કે ગુરૂવારે 335 દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી હતી. પરંતુ આ રાહત ક્ષણિક લેખાવવી રહી, કારણકે, જયાં સુધી કોરોનાના કેસોની બેફામ વધતી રફતાર થંભે નહીં ત્‍યાં સુધી જિલ્લા માટે લાલબત્તી સમાન સ્‍થિતિ જોવી રહી.

Related posts

વલસાડ સ્‍ટેશન ગુજરાત કવીન ટ્રેનમાં યુવતિ આપઘાત પ્રકરણમાં સંસ્‍થાના સંચાલકો ઉપર ગુનો નોંધાયો

vartmanpravah

વાપીના મહત્‍વાકાંક્ષી પાંચ પ્રોજેક્‍ટની કામગીરી ઠપ્‍પ: નજીકના ભવિષ્‍યમાં સમસ્‍યાઓના અંતની કોઈ વકી નથી

vartmanpravah

બલવાડા નેશનલ હાઈવે ઓવરબ્રિજ પાસે હાઈવે ઓથોરિટીની બેદરકારીથી અવાર નવાર સર્જાઈ રહેલા અકસ્‍માતો

vartmanpravah

વાપી ગુંજનમાં નોટિફાઈડ દ્વારા ટ્રાફિક નડતરરૂપ દબાણો હટાવવા ડિમોલીશન કાર્યવાહી

vartmanpravah

વિલેજ એડોપ્‍શન કાર્યક્રમ અંતર્ગત સેલવાસના રાંધામાં નમો મેડિકલ કોલેજ દ્વારા યોજાઈ મેગા આરોગ્‍ય શિબિર

vartmanpravah

દાનહ ચૂંટણી અધિકારીની અધ્‍યક્ષતામાં મતદાર કાર્ડને આધારકાર્ડ સાથે જોડવા સંદર્ભે યોજાયેલી બેઠક

vartmanpravah

Leave a Comment