March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘‘ફીટ ઇન્‍ડિયા” અભિયાન અંતર્ગત યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલયના દિશા-નિર્દેશ મુજબ સેલવાસમાં યોજાઈ સાયક્‍લોથોન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17 : ભારતના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘‘ફિટ ઇન્‍ડિયા” સ્‍વપ્‍નને સાકાર કરવા માટે ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલયના ફિટ ઇન્‍ડિયા વીક મનાવવાનો સંકલ્‍પ લેવામાં આવ્‍યો હતો. જે સંદર્ભે યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા સાયકલિંગ ઈવેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેનો ઉદ્દેશ્‍ય દેશમાં શારીરિક પ્રવૃત્તિઓ પ્રોત્‍સાહન આપવાનું, સ્‍વસ્‍થ જીવનશૈલીને પ્રોત્‍સાહિત કરી અને નાગરિકોને ફિટનેશ પ્રત્‍યે જાગૃત કરવાનો છે. આ આયોજનના માધ્‍યમથી એ સંદેશ આપવામાં આવે છે કે નિયમિત કસરત, ખાસ કરીને સાયકલિંગ, જીવનમાં માનસિક અને શારીરિક તંદુરસ્‍તી માટે ખુબ જ લાભકારી છે.
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકશ્રીના માર્ગદર્શનમાં અને રમત-ગમત અને યુવા બાબતોના અને સંઘપ્રદેશના શિક્ષણ સચિવ ડો. અરુણ ટી.ના દિશા-નિર્દેશ હેઠળ અને રમત-ગમત નિર્દેશક શ્રી અરુણ ગુપ્તાના સહયોગથી સેલવાસમાં ખેલો ઇન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઓફ એક્‍સલેન્‍સ ડોકમરડીથી સાયક્‍લોથોનને આરડીસી અમિત કુમારના હસ્‍તે લીલી ઝંડી બતાવી આરંભ કરવામાં આવી હતી. જેમાં 200થી વધુ લોકોએ ભાગ લીધો હતો.
આ અવસરે આરડીસીએ જણાવ્‍યું કે આપણે રોજ વ્‍યાયામ અને દિનચર્યામાં સાયકલિંગનો પણ ઉપયોગ કરવો જોઈએ.
‘‘ફીટ ઇન્‍ડિયા સાયક્‍લોથોન” કાર્યક્રમનું સંચાલનશ્રી મહેશ પટેલ, શ્રી દેવરાજ સિંહ રાઠોડ, શ્રી સંતોષ કાપડી, આર્ચરી કોચ શ્રી રાહુલ કુમાર અને એથ્‍લેટીક્‍સ કોચ શ્રી પ્રમોદ કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

પારડી તાલુકાના અરનાલા ગામમાં ચોમાસામાં શરૂ કરાયેલા ડામર પ્લાન્ટથી ખેતી અને લોકોના સ્વાસ્થ્ય સામે ઉભો થયેલો ખતરો

vartmanpravah

ગાંધીનગર સ્‍ટેટ મોનિટરિંગ સેલે ચીખલી હાઇવે પરથી દારૂ ભરેલ ટ્રક સાથે એકની ધરપકડ કરી 

vartmanpravah

સંઘપ્રદેશના સહાયક શિક્ષણ નિર્દેશક પરિતોષ શુક્‍લા અને રમત-ગમત અધિકારી અધિકારી ગૌરાંગ વોરાના હસ્‍તે દાનહઃ ટોકરખાડા શાળામાં હોકીના જાદુગરની જન્‍મ જયંતિ પર મેજર ધ્‍યાનચંદ રમત-ગમત ખંડનું કરાયું ઉદ્‌ઘાટન

vartmanpravah

ગલોન્‍ડા પંચાયતમાં ‘પ્રશાસન ગામડાં તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

વાપીમાં બંધારણના ઘડવૈયા ભારત રત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

પારડીમાં બજરંગ દળ શોર્ય જાગરણ યાત્રાનું થયું આગમન

vartmanpravah

Leave a Comment