October 21, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સમગ્ર શિક્ષા વિભાગ દીવ દ્વારા ધો. 3 થીપના શિક્ષકો માટે ત્રિ-દિવસીય beyond basic તાલીમનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.07: સમગ્ર શિક્ષા, શિક્ષા વિભાગ – દીવ દ્વારા ધોરણ – 3 થી 5 ના કુલ 39 શિક્ષકો માટે તારીખ 7/08/ 2024 થી તા. 9/08/2024 એમ ત્રણ દિવસ beyond basic તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ તાલીમ દરમિયાન જે બાળકો વાર્તા વાંચી શકે છે, તે બાળકો કઈ રીતે સ્‍વતંત્ર લેખન તરફ આગળ વધે અને કોઈ પણ પાઠ કે કાવ્‍યનું અર્થગ્રહણ કરી શકે આ ઉપરાંત તેને અનુરૂપ વિદ્યાર્થીઓનું મૂલ્‍યાંકન કઈ રીતે કરવું તેની તાલીમ વિવિધ પ્રવૃતિઓ દ્વારા આપવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં રક્ષાબહેન મામતોરા, અર્ચનાબહેન મોર, ચંદુલાલ વાઘેલા, મનીષાાબહેન સોલંકીએ તજજ્ઞ (માસ્‍ટર્સ ટ્રેનર્સ) તરીકે પોતાની ભૂમિકા નિભાવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં દીવ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આર. કે. સિંઘ, જિલ્લા પંચાયતના એજ્‍યુકેશન ઓફિસર પિયુષ મારું, આસિસ્‍ટન્‍ટ ડીસ્‍ટ્રીકટ પ્રોજેક્‍ટ ઓફિસર અરવિંદ સોલંકી, બી. આર. સી. દિવ્‍યેશ જેઠવા પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સોમવાર તા.22મી એપ્રિલે ભીમપોરના લીમડી માતા મંદિરનો પાટોત્‍સવ યોજાશેઃ મહાપ્રસાદનું પણ આયોજન

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર દિલધડક અકસ્‍માત સર્જાયોઃ કાર ઉપર કન્‍ટેઈનર પલ્‍ટી મારી જતા કાર છુંદાઈ ગઈ

vartmanpravah

ચીખલીના મલિયાધરામાં વિધવા મહિલાના ઘરની છત ધરાશાયી : પરિવાર મુશ્‍કેલીમાં મુકાયો

vartmanpravah

દાનહ નરોલી ચાર રસ્‍તા નજીક અકસ્‍માતમાં એક યુવાનનું મોત

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવનો વિદ્યાર્થી બન્‍યો ટીવી શ્રેણીમાં નારદ

vartmanpravah

દમણમાં છેલ્લા ૨૪ કલાકમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોîધાતા રાહતનો અહેસાસ

vartmanpravah

Leave a Comment