April 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ કોંગ્રેસ સમિતિ દ્વારા ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરવામાં આવેલી જોરશોરથી ઉજવણી

દેશમાં મહિલાઓ અસુરક્ષિત હોવાની સાથે કેન્‍દ્રની મોદી સરકાર માત્ર નારા અને જૂમલાઓથી ચાલી રહી છેઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.08 : દાનહ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જોરશોરથી ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દાનહ કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી માધુરીબેન માહલા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે દાનહ કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેશભાઈ શર્માએ પ્રાસંગિક સંબોધન કરતાં જણાવ્‍યું હતું કે કેન્‍દ્રની મોદી સરકાર માત્ર નારા અને જૂમલાઓથી ચાલી રહી છે. શ્રી શર્માએ જણાવ્‍યું હતું કે, જ્‍યારે આંતરરાષ્‍ટ્રીય મહિલા ખેલાડીઓ સરકારના હાથે જ સુરક્ષિત નથી તો સામાન્‍ય મહિલાઓની શું વિસાત? મહિનાઓ સુધી ધરણાં-વિરોધ પ્રદર્શન કરવા છતાં કોઈ સુનાવણી થતી નથી, તેના બદલે ગુનેગારોને બચાવવા અને પીડિતોને કચડી નાખવાના પ્રયાસો કરવામાં આવે છે. જ્‍યારે બીજી બાજુ મહિલા સશક્‍તિકરણનું સૂત્ર આપવામાં આવ્‍યું છે. શ્રી મહેશભાઈ શર્માએ પ્રધાનમંત્રી શ્રી મોદી અને ઉત્તર પ્રદેશની યોગી સરકારની મહિલા વિરોધી નીતિઓની આકરી નિંદા કરી હતી.
આ પ્રસંગે સેંકડોની સંખ્‍યામાં મહિલાઓ હાજર રહી હતી.કાર્યક્રમમાં બી.એલ.ઓ. પણ ઉપસ્‍થિત રહ્યા હતા જેમને આગામી ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને મતદાર યાદીની સાથે તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાન શ્રી કેતનભાઈ પટેલ, શ્રી સંદીપ ભીમરા, શ્રી મહેશભાઈ ધોડી તથા શ્રી અજીત માહલા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ જિલ્લા કલેક્‍ટર અને સંયુક્‍ત શ્રમ આયુક્‍ત સૌરભ મિશ્રાએ 18 શ્રમિક પરિવારોને સામી હોળીએ કરાવી દિવાળીના આનંદની અનુભૂતિ

vartmanpravah

સીબીએસઈ બોર્ડનું સેલવાસ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલનું ધોરણ 10નું પરિણામ 99 ટકા આવ્‍યું

vartmanpravah

સેલવાસના યુવાને વ્‍યાજખોરોના ત્રાસથી કરેલો આત્‍મહત્‍યાનો પ્રયાસ

vartmanpravah

સંઘપ્રદેશોની વિવિધ પંચાયતોમાં વડ, પીપળો અને ઉંબરાના છોડોનું કરાયેલું વાવેતર

vartmanpravah

વલસાડ ધમડાચી હાઈવે ઉપર ખેરના લાકડા ભરેલ ટેમ્‍પો ઝડપાયો : બેની અટકાયત કરાઈ

vartmanpravah

vartmanpravah

Leave a Comment