June 30, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળામાં ‘જલ શક્‍તિ અભિયાન અંતર્ગત’ જલ સંચય જાગૃતતા કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.07: ગત તા.6-8-2024 ને મંગળવાર ના રોજ જલ શક્‍તિ મંત્રાલય, ભારત સરકાર, નવી દિલ્‍હી દ્વારા આયોજિત દીવ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી આર. કે. સિંહના નિર્દેશાનુસાર, શાળાના પ્રભારી પ્રાચાર્ય શ્રી ઝાકિર લાખાવાલાના માર્ગદર્શન તેમજ શાળાના રાષ્‍ટ્રપતિ પુરસ્‍કાર વિજેતા હિન્‍દી શિક્ષિકા આરાધના બહેન જી. સ્‍માર્ટનાનેતૃત્‍વમાં ‘‘જલ શક્‍તિ અભિયાન” અંતર્ગત ‘‘જલ સંચય” જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
જલ સંચય કાર્યક્રમની શરૂઆતમાં મુખ્‍ય અતિથિ દીવ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આર. કે. સિંહ તેમજ અતિથિ વિશેષ ત્‍લ્‍ય્‍બ્‍ અમદાવાદથી પધારેલા સાયન્‍સ એન્‍જિનિયર, ક્‍લાસ વન ઓફિસર શ્રીમતિ અર્ચના ભટ્ટ તથા શ્રી અશોક મુનિયાનું શાળાના હિન્‍દી શિક્ષિકા આરાધના બહેન સ્‍માર્ટ દ્વારા શાબ્‍દિક સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
ત્‍યાર બાદ શાળાના નેશનલ એવોર્ડ વિજેતા હિન્‍દી શિક્ષિકા આરાધના બહેન સ્‍માર્ટએ ‘‘જલ સંચય” અંતર્ગત જળ એ જ જીવન છે વિષય પર માનવ જીવનમાં પાણીના મહત્‍વ, ઉપયોગિતા, પાણીના બચાવ, જળ સંચયના વિવિધ ઉપાયો વગેરેની વિસ્‍તૃત જાણકારી આપી વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા. તેમજ જલ શક્‍તિ, જીવન શક્‍તિ શીર્ષક પર કાવ્‍ય-પઠન કરી સૌને મંત્ર મુગ્‍ધ કર્યા હતા.
એ પછી દીવ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આર. કે. સિંહ તથા શાળાના પ્રભારી પ્રાચાર્ય શ્રી ઝાકિર લાખાવાલાએ પણ જલ સંચય વિશે વિવિધ ઉદાહરણો દ્વારા માહિતી આપવામાં આવી હતી.
અંતમાં આભાર દર્શન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સંપૂર્ણ કાર્યક્રમનું મંચ સંચાલન શાળાના હિન્‍દી શિક્ષિકા આરાધના બહેન સ્‍માર્ટ દ્વારા કરવામાં આવ્‍યું હતું.
આમ, શાળાના સર્વે શિક્ષકભાઈઓ, બહેનોના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

Related posts

રોટરી ક્‍લબ ઓફ વાપી અને યુ.પી.એલ.ના સંયુક્‍ત ઉપક્રમે બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

ઉમરગામ તાલુકામાં કોવિડ-૧૯ મેગાડ્રાઇવ અભિયાનનેᅠસુંદર પ્રતિસાદ: સાંજે ૪-૦૦ વાગ્‍યા સુધીમાં ૧૭,૧૪૦ વ્‍યક્‍તિઓનું રસીકરણ

vartmanpravah

ઉમરકૂઈ ગામે કંપનીમાંથી ચોરી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ

vartmanpravah

આખરે… સંઘપ્રદેશના વિદ્યુત વિભાગનું ખાનગીકરણ હવે હાથવેંતમાં : ઉદ્યોગો પલાયન થવાની આશંકા

vartmanpravah

દાનહમાં મહારાષ્‍ટ્રના જવ્‍હાર તાલુકાના દાભલોનથી પાસ પરમિટ અને રોયલ્‍ટી વગરના પથ્‍થરો કપચી ઠાલવવાનો ચાલી રહેલો મોટો ગોરખધંધો

vartmanpravah

પારડી ખાતે બહુચરાજી માતાજીની ગોલ્‍ડન જ્‍યુબલી વર્ષની થઈ ભક્‍તિ ભાવપૂર્વક ઉજવણી

vartmanpravah

Leave a Comment