Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા સુખાલાના યુવા પ્રાધ્‍યાપકે આદિવાસી ચેતના વિષય ઉપર પીએચ.ડી. કર્યુ

આણંદની ખંભાત કોલેજમાં અશ્વિન યુ. પટેલ ગુજરાતીપ્રાધ્‍યાપકની ફરજ બજાવે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: કપરાડા તાલુકાના સુખાલા ગામના યુવા પ્રોફેસરએ સરદાર પટેલ યુનિવર્સિટીમાં આદિવાસી ચેતના વિષય ઉપર મહાનિબંધ રજૂ કરતા યુનિવર્સિટીએ પીએચ.ડી.ની પદવી એનાયત કરી છે.
કપરાડાના સુખાલા ગામના મૂળ વતની અશ્વિન ઉત્તમભાઈ પટેલ હાલ ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત કોલેજમાં ગુજરાતી પ્રાધ્‍યાપક તરીકે ફરજ બજાવે છે. તેઓએ સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્‍નાતક પ્રોફેસર સુતા ચૌહાણના માર્ગદર્શન હેઠળ આદિવાસી ચેતના મહાનિબંધ તૈયાર કરી યુનિવર્સિટીને આપ્‍યો હતો. યુનિવર્સિટીએ અશ્વિન પટેલે લખેલો મહાનિબંધ માન્‍ય રાખી પીએચ.ડી.ની ડીગ્રી એનાયત કરી હતી. અશ્વિન પટેલએ ઉમરગામથી અંબાજી તથા દ્વારકાથી દાહોદ સુધીના આદિવાસી ચેતના વિષય ઉપર મહાનિબંધ લખ્‍યો છે. આદિવાસી સાહિત્‍યમાં વધુ એક મોર પીંછ ઉમેરાયું છે.

Related posts

વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં ‘‘એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહા શ્રમદાન પ્રવૃત્તિઓ હાથ ધરાઈ

vartmanpravah

રિલાયન્‍સ ફાઉન્‍ડેશને દાનહની 87 પ્રાથમિક શાળામાં બાળકોને કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

77મા સમાગમની સેવાઓનું વિધિવત ઉદ્ધાટન

vartmanpravah

ધરમપુરના હનુમતમાળ ખાતે ‘‘બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત કિશોરી મેળો યોજાયો

vartmanpravah

ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત રિલાયન્‍સ આંતર જિલ્લા ટુર્નામેન્‍ટની કમ્‍બાઈન્‍ડ ટીમનું નેતૃત્‍વ દમણના જાનવ કામલી કરશે

vartmanpravah

કપરાડાના કોલવેરા ગામે ખૂંખાર દીપડો પાંજરે પુરાયોઃ ગ્રામ્ય વિસ્તારમાં રાહતની લાગણી

vartmanpravah

Leave a Comment