(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24
દાદરા નગર હવેલીના અથોલા ગામે એક દિવ્યાંગ યુવાન એના મિત્રો સાથે નહેરમાં ન્હાવા પડતા પાણીનુ વહેણ જોરમાં હોવાને કારણે તણાઈ ગયો હતો. દગડુ પવાર રહેવાસી દાડુલ ફળિયા સેલવાસ જે એના મિત્રો સાથે મંગળવારના રોજ મોડી સાંજે અથોલા ગામે નહેરમા ન્હાવા ઉતર્યો હતો.
દગડુ પવાર પોતે દિવ્યાંગ હોવાને કારણે પાણીના વહેણ જોરમા હોવાને કારણે તરી શકયો ના હતો. જેથી પાણીમાં તણાઈ રહ્યો હતો જેને બચાવવાનો પ્રયાસ એમના મિત્રોએ કર્યો હતો પણ હાથમા આવ્યો ના હતો. આ ઘટનાની જાણ પોલીસ અને ફાયરની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિવારના સભ્યો પણ પહોંચી ગયા હતા. ડેમમાંથી પાણી બંધ કરવાની જાણ કરવામા આવી હતી. ત્યારબાદ યુવાનને શોધવાની કામગીરી હાથ ધરી હતી.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2022/05/IMG-20220524-WA0017-960x413.jpg)