April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાની ચાસા પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળાના આયોજન અંગે યોજાયેલી બેઠકમાં આચાર્યએ ઉગ્ર થઈને બીઆરસી ટીપીઈઓ સામે વાણીવિલાસ કરી વિજ્ઞાન મેળા માટે નનૈયો ભણી દીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.18: ચીખલી તાલુકાની ચાસા પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળાના આયોજન અંગે યોજાયેલી બેઠકમાં આચાર્યએ ઉગ્ર થઈને બીઆરસી ટીપીઈઓ સામે વાણીવિલાસ કરી વિજ્ઞાન મેળા માટે નનૈયો ભણી દેતા સમગ્ર શિક્ષણ વર્તુળમાં ચર્ચાનો વિષય બનવા પામ્‍યો છે.
સરપંચો દ્વારા આર્થિક યોગદાનની તૈયારી બતાવવા છતાં આચાર્ય એકનો બે ન થતાં આખરે વિજ્ઞાન મેળાનું સ્‍થળ બદલવાની ફરજ પડી હતી.
પ્રાપ્ત વિગત મુજબ ચીખલી તાલુકાના ચાચા પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો યોજવા માટે ટીપીઈઓ, બીઆરસી, સીઆરસીઓ, સરપંચો તથા સ્‍થાનિક આગેવાનોની ઉપસ્‍થિતિમાં બેઠક યોજવામાં આવી હતી. દરમિયાન શાળા કેમ્‍પસમાં કચરોદેખાતા તે અંગે બીઆરસી કહેવા જતા એ બધી સરપંચ સાથે વાત કરવાની મને કહેવાની જરૂર નથી તેમ ઉડાઉ જવાબ આપી આચાર્ય બીઆરસી અને ટીપીઈઓ સાથે ઉગ્ર ભાષામાં વાત કરતા વાતાવરણ ગરમાયું હતું. વિજ્ઞાન મેળાની ઓછી ગ્રાન્‍ટના સંદર્ભમાં આસપાસના વિસ્‍તારના સરપંચોએ રસોડા સહિતની જવાબદારી લેવાની અને આર્થિક યોગદાનની તૈયારી બતાવવા છતાં આચાર્ય માન્‍ય ન હતો અને બોલાચાલીને પગલે બેઠક અધ વચ્‍ચેથી જ પડતી મુકવાની નોબત આવી હતી.
પ્રાથમિક શાળામાં શિક્ષણના ધામમાં શિક્ષકોને ન શોભે તેવા બખેડો થતા ઉપસ્‍થિત સરપંચો પણ એક સમયે હપ્તાઈ ગયા હતા. બાળકોને શિક્ષણ સાથે સંસ્‍કાર સિંચવાના સ્‍થાને શિક્ષણ જગત લજવાય તેવું કળત્‍યના ઘેરા પ્રત્‍યાઘાતો પડ્‍યા હતા. જોકે આ વિવાદનું કારણ બે કર્મચારીઓનો રંગીન મિજાજી સ્‍વભાવ પણ જવાબદાર હોવાનું કહેવાય છે અને આ રંગીન મિજાજી સ્‍વભાવની ચર્ચાએ પણ જોર પકડ્‍યું છે ત્‍યારે સમગ્ર બાબતે તટસ્‍થ તપાસ થાય અને આ માટે જવાબદારો સામે શિક્ષાત્‍મક પગલાં લેવાય તે જરૂરી છે.
બીઆરસી અશ્વિનભાઈના જણાવ્‍યાનુસાર અગાઉની મિટિંગમાં ગામ લોકોએ તૈયારી બતાવતા ફરી મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં શાળામાં કચરો પડેલો હતો તેની સાફ-સફાઈ અંગે કહેતા આચાર્ય ઉપગ્રહ થઈને મારા અને ટીપીઈઓસાથે ગમે તેવી ભાષામાં વાત કરી ના પાડતા અમે વિજ્ઞાન મેળાનું સ્‍થળ બદલી નાખ્‍યું છે.
ચાસાના સરપંચ જગદીશભાઈના જણાવ્‍યાનુસાર વિજ્ઞાન મેળાના આયોજન બાબતેની બેઠકમાં અમે સરપંચો પણ ઉપસ્‍થિત હતા ત્‍યારે આચાર્ય અને બીઆરસી ટીપીઈઓ વચ્‍ચે ઝઘડો થયો હતો અને મોટું સ્‍વરૂપ ધારણ કરતા અમે જેમ તેમ મામલે થાળે પાડ્‍યો હતો. અમે સરપંચોએ રસોડાની વ્‍યવસ્‍થા કરવાની તૈયારી બતાવી હતી.
આચાર્ય મનીષભાઈના જણાવ્‍યાનુસાર વિજ્ઞાન મેળાની ગ્રાન્‍ટ ઓછી હોય છે અને યજમાનશાળા પાસે અપેક્ષા મોટી હોય ઉપરાંત જમવા બેસાડવાની પાર્કિંગ સહિતની અનેક સમસ્‍યા હોય મેં ના પાડી હતી અને બની શકે છે કે અપેક્ષા પરીપૂર્ણ ન કરી શકતા મારા વિશે બીજી વાતો કરી હોઈ શકે.
ટીપીઈઓ વિજયભાઈના જણાવ્‍યાનુસાર વિજ્ઞાન મેળાના આયોજનની મિટિંગમાં ચાચા પ્રાથમિક શાળાના આચાર્યએ ગમે તેમ ઉગ્ર ભાષામાં બોલી ખરાબ વર્તન કરતાં તે અંગેની મૌખિક જાણ ટીપીઈઓને કરી છે. અને જરૂર પડીએ લેખિત રિપોર્ટ પણ કરવામાં આવશે.

Related posts

સેલવાસના પ્રમુખગાર્ડન સોસાયટી ખાતે નવરાત્રી પર્વ નિમિતે ઘટ સ્‍થાપન કરાયું

vartmanpravah

દાનહ ગલોન્‍ડા અને કૌંચા ગામે પંચાયત સભ્‍યની પેટા ચૂંટણી યોજાઈ

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં 76.35 ટકા મતદાનઃ 4 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ

vartmanpravah

વાપીના છીરી, બલીઠા, છરવાડા, ચણોદ જેવા ગામોમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ધમાકેદાર રેલીઓ યોજાઈ

vartmanpravah

નવસારી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

કચીગામ હત્‍યા પ્રકરણમાં એક સગીર સહિત 4 આરોપીઓની દમણ પોલીસે મુંબઈથી કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment