October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ જિલ્લાના કુદરતી પ્રવાસન સ્‍થળોની ફોટોગ્રાફી સ્‍પર્ધામાં ખેરગામના યુવા પરિમલ પ્રથમ ક્રમાંકે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17
વલસાડ જિલ્લાના પ્રવાસન સ્‍થળોના વિકાસ સંદર્ભે જિલ્લા કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા પ્રવાસન સ્‍થળ વિલ્‍સન હીલ અરબી સમુદ્ર-તિથલ કિનારા ખાતે વિવિધ વિકાસ કાર્યો કરી પ્રવાસન પ્રિય બનાવાઈ રહ્યું છે.
વલસાડ ટુરિઝમ દ્વારા ‘કેપ્‍ચર ધ નેચર’ થીમ સાથે શરૂ કરાયેલી તા.8મી ઓગસ્‍ટ સુધી ચાલેલી નેચર ફોટોગ્રાફી સ્‍પર્ધમાં ખેરગામના યુવા ફોટોગ્રાફર (રમેશ સ્‍ટુડિયોના) પરિમલ ર. પટેલને વિલ્‍સન હિલનું કંડારાયેલુ મધરાતના આકાશ ગંગા- તારાયુક્‍ત અદભુત દ્રશ્‍યને પ્રથમ ક્રમાંક આપી રૂપિયા 10,000/- નું ઈનામ પ્રાપ્ત થતાં ખેરગામ તાલુકામાંઅભિનંદન વર્ષા થઈ હતી. ધરમપુરના નાની ઢોલ ડુંગરી-બામટી ખાતે 76મો સ્‍વાતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે પધારેલા ગુજરાત રાજ્‍યના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના વરદ્‌હસ્‍તે પુરસ્‍કાર તથા સુશ્રી ક્ષિપ્રા આગ્રેના હસ્‍તાક્ષરવાળુ પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્‍યું હતું. જેનો સાભાર સ્‍વીકાર કરી પરિમલે પૂ. નરેશભાઈ-મંત્રીશ્રી – ક્ષિપ્રા-સમાહર્તાનો ખાસ આભાર માન્‍યો હતો.

Related posts

સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં દસમાં વાર્ષિક મહોત્‍સવની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

પારડીમાં કોંગ્રેસ દ્વારા પ્રચંડ બાઈક રેલી યોજાઈ

vartmanpravah

રખોલીની આર.આર.કેબલ લિ.માં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના ઔદ્યોગિક સંગઠનોના પદાધિકારીઓએ ઉદ્યોગોને સબસીડી જારી કરવા બદલ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરેલો આભાર પત્ર

vartmanpravah

ખેરગામના તોરણવેરામાં દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન અમદાવાદ ખાતે થયેલું મોત

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ-વાપી દ્વારા 14મા સમુહ લગ્નોત્‍સવનું આયોજન

vartmanpravah

Leave a Comment