(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
વલસાડ, તા.12: ધરમપુર ખાતે વલસાડ ડાંગ સંસદ સભ્યશ્રી ધવલ પટેલ અને ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ. તિરંગા યાત્રામાં યુવાઓ, વિદ્યાર્થીઓ, યુવતીઓ, વેશભૂષામાં વિદ્યાર્થીઓ સહિત અસંખ્ય લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યાત્રામાં નારીશક્તિ અને યુવાશક્તિનો અનોખો સંયોગ જોવા મળ્યો હતો.