(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: વલસાડ જિલ્લામાં ઉજવાઈ રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ઉમરગામ તાલુકના ભીલાડ, નંદિગ્રામ અને તલવાડા ગામની પ્રાથમિક શાળામાં તા. ૧૨ જૂનના રોજ રાજ્ય સરકારના સચિવશ્રી સામાન્ય વહિવટ વિભાગ (આયોજન) રાકેશ શંકર (આઈએએસ)એ ભીલાડમાં આંગણવાડીમાં ૫ અને બાલવાાટીકા/ ધો. ૧ માં ૫ બાળકો, નંદિગ્રામમાં આંગણવાડીમાં ૯ અને બાલવાાટીકા/ ધો. ૧ માં ૧ તેમજ તલવાડામાં આંગણવાડીમાં ૨ અને બાલવાાટીકા/ ધો. ૧ માં ૩ બાળકોને કુમકુમ તિલક કરી સ્કૂલ બેગ, સ્ટેશનરી અને ઈનામો સહિતની ભેટ સોગાદો સાથે શાળા પ્રવેશ કરાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સચિવશ્રી દ્વારા ગ્રામ પંચાયત ઘર, આંગણવાડી, સીએચસી, પીએચસી અને ગામમાં વિવિધ યોજનામાં હાથ ધરાયેલા વિકાસના કામોની સ્થળ મુલાકાત કરી સમીક્ષા કરી હતી. આ ઉપરાંત પર્યાવરણ બચાવોની ઝુંબેશ તથા કલાઈમેટ ચેન્જ માટે વૃક્ષારોપણ કરાયું હતું. બીજા દિવસે તા. ૧૩ જૂનના રોજ સચિવશ્રી રાકેશ શંકરએ સવારે ૮ કલાકે સંજાણ ખાતે આદર્શ બુનિયાદી શાળામાં આંગણવાડી, બાલવાટીકા અને ધો. ૧ માં કુલ ૭૦ બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. વધુમાં તેમણે બાળકોને ઈનામ વિતરણ કરી પ્રસંગોચિત ઉદબોધન કરી બાળકોને ઉજ્જવળ ભાવિ બનાવવા માર્ગદર્શન આપ્યું હતું.