December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમોના આયોજન અંગે કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં બેઠક મળી

જિલ્લાની કોલેજોમાં તા.૧૨મી થી ૧૬મી સપ્ટેમ્બર સુધી ‘સ્પોર્ટ્સ દ્વારા એકતાની ઉજવણી’ ની થીમ હેઠળ જાગૃતિ કાર્યક્રમો યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.0૮: ગુજરાતમાં તા. ૨૯ સપ્ટેમ્બર થી તા. ૧૨ ઓક્ટોબર, ૨૦૨૨ દરમિયાન ૩૬મી નેશનલ ગેમ્સ, ૨૦૨૨ યોજાનાર છે. તેથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં નેશનલ ગેમ્સ અંતર્ગત ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં નેશનલ ગેમ્સ બાબતે જાગૃતિ કેળવવા માટે તમામ શાળા, કોલેજો અને યુનિવર્સીટીઓમાં તા. ૧૨થી ૧૬ સપ્ટેમ્બર સુધી જિલ્લા, તાલુકા તેમજ શાળા અને કોલેજકક્ષાએ ‘Celebreting Unity Through Sports’(સ્પોર્ટ્સ દ્વારા એકતાની ઊજવણી) થીમ હેઠળ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ જાગૃતિ કાર્યક્રમો અંતર્ગત કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં વલસાડ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોના સુચારૂ આયોજન અંગે તા. ૮મી સપ્ટેમ્બરના રોજ કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક મળી હતી. બેઠકમાં કલેક્ટરશ્રીએ જિલ્લા રમતગમત અધિકારી અનિલ રાઠોરને કાર્યક્રમોના આયોજન અંગે જરૂરી સુચનો આપ્યા હતા તેમજ કાર્યક્રમોમાં હાજર રહેવા માટે તમામ પ્રાંત અધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારીઓને સુચના આપી હતી.
જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમો વલસાડ, પારડી, ઉમરગામ, કાપી અને ધરમપુર તાલુકાઓની વિવિધ કોલેજોમાં યોજાશે. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તા. ૧૨મી સપ્ટેમ્બરના રોજ વલસાડ તાલુકાની શાહ એન. એચ. કોમર્સ કોલેજના સંસ્કાર કેન્દ્ર ખાતે નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાશે. તાલુકા કક્ષાના કાર્યક્રમો તા. ૧૩મી સપ્ટેમ્બરના રોજ પારડી તાલુકાની જે.પી. પારડીવાલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ, કિલ્લા પારડી અને ઉમરગામ તાલુકામાં સુરેશ મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ ખાતે અને તા. ૧૪મી સપ્ટેમ્બરના રોજ ધરમપુર તાલુકાની શ્રીમદ રાજચંદ્ર વિદ્યાપીઠ અને વાપી તાલુકામાં રોફેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાશે. તેમજ તા.૧૫ ને ૧૬મી સપ્ટેમ્બરના રોજ જિલ્લાની બાકીની શાળા/કોલેજોમાં કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં ચેસ, વોલીબોલ, ટેબલ ટેનિસ, દોરડા ખેંચ, બેડમિંટન, કેરમ, સંગીત ખુરશી જેવી રમતોનું યોગ સાથે આયોજન થશે.

Related posts

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણીની મત ગણતરી કરાડ પોલિટેક્‍નિક કોલેજ ખાતે નિર્ધારિત 04 જૂને થશે

vartmanpravah

વલસાડમાં બે દિવસથી આતંક મચાવતો ગાંડોતુર આખલો અંતે પાલિકાએ પાંજરે પુર્યો

vartmanpravah

વાપીની રોફેલ કોલેજ ખાતે વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ખાનવેલ હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં અભ્‍યાસ કરતી દિવ્‍યાંગ દિકરી ધો.12ની પરીક્ષા માટે કરી રહી છે તૈયારી

vartmanpravah

ગુજરાત પ્રદેશ ભાજપ સોશિયલ મીડિયાના કન્‍વીનર સિદ્ધાર્થભાઈ પટેલે નવસારી અને વલસાડ જિલ્લાના કાર્યકર્તાઓને સોશિયલ મીડિયાની ઉપયોગિતાની આપેલી સમજ

vartmanpravah

દમણવાડાના પલહિત ખાતે સરપંચ મુકેશ ગોસાવીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઈ સવારની ચૌપાલ

vartmanpravah

Leave a Comment