October 14, 2025
Vartman Pravah
દમણ

દમણવાડા પંચાયતના પટાંગણમાં પરિયારી અને દમણવાડાના લોકોને આપવામાં આવી મફત કાનૂની સલાહ

યુવા ધારાશાસ્ત્રી સ્મિતા સુરતીઍ આપેલું મનનીય માર્ગદર્શન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૩૧
રવિવારે ‘પ્રયાસથી પરિવર્તન’ની સહયાત્રાની કડીમાં દમણના ઍડવોકેટ બાર ઍસોસિઍશન દ્વારા વિવિધ પંચાયત વિસ્તારોમાં મફત કાનૂની સલાહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં પરિયારી અને દમણવાડા ગ્રામ પંચાયતના લોકોને કાનૂની સલાહ ધારાશાસ્ત્રી શ્રીમતી સ્મિતા સુરતી દ્વારા આપવામાં આવી હતી.
ધારાશાસ્ત્રી શ્રીમતી સ્મિતા સુરતીઍ ઉપસ્થિત લોકોને માહિતી આપતા જણાવ્યું હતું કે, અનુ.જાતિ અને જનજાતિ તથા જરૂરિયાતમંદ લોકો માટે અદાલતમાં મફત કાનૂની સલાહ આપવામાં આવે છે. જેનો લાભ લેવા તેમણે આહ્વાન કયુ* હતું. તેમણે આજે કાનૂની સલાહના કાર્યક્રમમાં બહેનો અને ભાઈઅોને તેમની પ્રોપર્ટીના કેસ, છેતરપીંડી, વિશ્વાસઘાત જેવા કેસો અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું.
આ પ્રસંગે દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવી અને પરિયારીના સરપંચ શ્રીમતી પંક્તિબેન પટેલે પણ પ્રાસંગિક ઉદ્બોધન કયુ* હતું. આ કાર્યક્રમમાં પરિયારી વિભાગના જિ.પં.સભ્ય શ્રીમતી ઈશુબેન પટેલ, પરિયારીના ઉપ સરપંચ શ્રી સંતોષભાઈ હળપતિ, દમણવાડાના શ્રી વિષ્ણુભાઈ બાબુ સહિત પંચાયત સભ્યો અને કાનૂની સલાહ માટે આવેલા લોકો ઉપસ્થિત રહ્ના હતા.

Related posts

સેલવાસમાં દમણગંગા નદીમાં ન્‍હાવા ગયેલા બે યુવાનોમાંથી એક યુવાન તણાયો

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશનથી અયોધ્‍યા જવા માટે દમણના યાત્રીઓ સાથે આસ્‍થા સ્‍પેશિયલ ટ્રેન રવાના

vartmanpravah

ભામટી પ્રગતિ મંડળે મહા પરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પિત કરી ડો.બાબાસાહેબ આંબેડકરને આપેલી શ્રધ્‍ધાંજલિ

vartmanpravah

દમણ-દીવ યુથ કોંગ્રેસના અધ્‍યક્ષ તરીકે યુવા નેતા મયંક પટેલને પુનઃ સ્‍થાપિત કરાયા

vartmanpravah

દાનહના રખોલીથી શાળાએ જવા નીકળેલ 10 વર્ષિય બાળક ગુમ

vartmanpravah

દમણના ગવર્નમેન્‍ટ હાઉસ ખાતે પશ્ચિમ બંગાળના સ્‍થાપના દિવસની આનંદ-ઉત્‍સાહ સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment