Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

હસ્‍તકલાને પ્રોત્‍સાહન આપવા દમણ નીફટમાં સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21: નેશનલ ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) એ તેના કેમ્‍પસમાં ‘ક્રાફટ કોન્‍ગ્‍લોમેરેટ’નું આયોજન કર્યું હતું. ક્રાફટ કોંગલોમેરેટમાં ક્રાફટ માર્કેટ, કારીગર જાગૃતિ કાર્યક્રમો અને આદિવાસી કારીગરો પર ધ્‍યાન કેન્‍દ્રિત કરતા ટોક શોનો સમાવેશ થાય છે. અમદાવાદ ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રીમતી હેતલ સોલંકી, શિલ્‍પ ગુરૂ બાદશાહ મિયાં, સુરત અને અમદાવાદના કારીગરો હર્ષદ સોલંકી અને વર્ષા એસ. (એમ્‍બ્રોઈડરી), રિદ્ધિ સોલંકી (પેચ વર્ક), ચેતના ઘોલી, વિજયભાઈ પટોળા, પિંકી દલવાડી, જયશ્રી ચાવડા, વૈભવી અમીન, શર્મિષ્ઠા પટેલ, જ્‍યોતિ રાવલ, શૈલેષભાઈ ગોહેલ, શંકર પીટવા, કાકુડીબેન, દિલીપ જગડ, અને સોનલ દીપક સોલંકીએ હસ્‍તકલા નિદર્શનમાં ભાગ લીધો હતો.કેમ્‍પસ ડાયરેક્‍ટર ડો.સંદીપ સચાને કાર્યક્રમનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આપણી અર્થવ્‍યવસ્‍થામાં ગામડાંઓમાંથી હસ્‍તકલાના અમૂલ્‍ય યોગદાનને ઓળખીને અને લોકોના જીવનને સાંકળી લેતા, NIFTદમણએ ક્રાફટ મીટ દ્વારા આ હસ્‍તકલાઓ અને તેમના સાંસ્‍કળતિક મહત્‍વને રજૂ કર્યા છે.

Related posts

સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્‍સવના છઠ્ઠા નોરતે ખેલૈયાઓ ઝુમી ઉઠયા

vartmanpravah

દમણ ફિશરીઝ સોસાયટીના પ્રમુખ ગોપાલદાદાના નેતૃત્‍વમાં નાની દમણ નવી જેટીના નિર્માણથી માછી સમાજમાં ખુશી : માછી સમાજના પ્રતિનિધિ મંડળે પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર

vartmanpravah

મગરવાડા ગ્રામ પંચાયતમાં કાનૂની સલાહ શિબિરનું થયેલું આયોજન

vartmanpravah

ઉમરગામ મામલતદાર કચેરીમાં પારદર્શક વહીવટનો અભાવ

vartmanpravah

દમણમાં ‘સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ ઉત્‍સવ’ નિમિત્તે ભાજપા દ્વારા વૃક્ષ વિતરણ કાર્યક્રમ યોજાયો 

vartmanpravah

વલસાડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીની હોકી નેશનલ ચેમ્‍પિયનશીપમાં પસંદગી

vartmanpravah

Leave a Comment